Sat,16 November 2024,1:15 am
Print
header

ભારતે કોરોના વેક્સિનેશનમાં 200 કરોડ ડોઝનો આંકડો કર્યો પાર, PM મોદી બોલ્યાં- આપણે ફરી ઈતિહાસ રચ્યો- Gujaratpost

18 વર્ષથી વધુ ઉંમરના લોકોને બૂસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યાં છે

પીએમ મોદીએ ટ્વીટ કરીને દેશવાસીઓને આપી શુભેચ્છા 

નવી દિલ્હી: ભારત કોરોના સામેની લડાઈમાં સૌથી સુરક્ષિત દેશોની યાદીમાં સામેલ થઈ ગયું છે. વિશ્વનું સૌથી મોટું વેક્સિનેશન અભિયાન જાન્યુઆરી 2021માં શરૂ થયું હતું. 18 મહિનામાં ભારતે 200 કરોડ ડોઝ વેક્સીન લગાવીને ઈતિહાસ રચ્યો છે. પીએમ નરેન્દ્ર મોદી દ્વારા 16 જાન્યુઆરી 2021ના રોજ કોરોના રસીકરણની શરૂઆત કરવામાં આવી હતી. ભારત જેવા દેશમાં આટલા લોકો સુધી રસી પહોંચાડવી સરળ કામ ન હતું. દેશમાં હજુ પણ રસીકરણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.

પીએમ નરેન્દ્ર મોદીએ આ અવસર પર ટ્વીટ કરીને દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું કે ભારતે ફરી એકવાર ઈતિહાસ રચ્યો છે. તેમણે કહ્યું કે 200 કરોડ રસીકરણ ડોઝ સુધી પહોંચવા બદલ તમામ દેશવાસીઓને અભિનંદન.

હાલ દેશમાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને બૂસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યાં છે. સાથે 12 વર્ષથી નીચેના બાળકોને રસી આપવામાં આવી રહી છે. રસીકરણના 200 કરોડ ડોઝના આંકડાને સ્પર્શવામાં સરકારની મહત્વની ભૂમિકા છે. સરકારના યોગ્ય આયોજનના આધારે જ દેશે આટલી મોટી સિદ્ધિ મેળવી છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં 20,044 નવા કોરોનાના કેસ નોંધાયા છે અને 49 સંક્રમિતોના મોત થઇ ગયા  હતા.17,790 સંક્રમિતો સાજા થયા હતા. એક્ટિવ કેસ 1.43 લાખને પાર થયા છે.કુલ મૃત્યુઆંક 5,25,709  થયો છે. અત્યાર સુધીમાં 4,30,81,141 લોકો કોરોના સામે જંગ જીત્યા છે.

ભારતને 100 કરોડ રસીકરણના આંક સુધી પહોંચવા 85 દિવસનો સમય લાગ્યો હતો.ગયા વર્ષે 21 ઓક્ટોબર સુધીમાં ભારતે 100 કરોડ રસીના ડોઝના સીમાચિહ્ન સુધી પહોંચી ગયું હતું. અભૂતપૂર્વ પ્રયાસ દ્વારા દેશમાં અત્યાર સુધીમાં 200 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યાં છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch