Fri,15 November 2024,12:41 pm
Print
header

સુપ્રીમે ભારતમાં BBC ના કામ પર પ્રતિબંધ મૂકવાની અરજી ફગાવી દીધી

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે હિંદુ સેનાની એક અરજી ફગાવી છે, જેમાં ભારતમાં બીબીસી પર પ્રતિબંધની માંગણી કરવામાં આવી હતી, 2002 ગુજરાત રમખાણો પર બીબીસીની એક ડોક્યુમેન્ટ્રી બની છે અને તેમાં પીએમ મોદીને ખોટી રીતે ચીતરવામાં આવ્યાંંના આરોપ છે. આ મામલે હવે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ અરજી સંપૂર્ણપણે ખોટી છે. આપણે આવો ઓર્ડર કેવી રીતે આપી શકીએ ? જસ્ટિસ સંજીવ ખન્ના અને એમ એમ સુંદરેશની બેન્ચે આ અરજીને ફગાવી દેતા કહ્યું કે, આ અરજીમાં કોઇ દમ નથી. અરજદાર તરફથી હાજર રહેલા એડવોકેટ પિન્કી આનંદે કહ્યું કે, બીબીસી સંપૂર્ણપણે ભારત વિરોધી અને પીએમ મોદી વિરુદ્ધ અભિયાન ચલાવી રહ્યું છે.કોર્ટને તેના પર પ્રતિબંધ મૂકવાનો અધિકાર છે.

બીબીસી ડોક્યુમેન્ટરીને સેન્સર કરવાના કેસની સુનાવણી કરશે

આ અરજી હિન્દુ સેના વતી દાખલ કરવામાં આવી હતી.આમાં હિંદુ સેનાએ ભારતમાં બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (બીબીસી) ના કામકાજ પર પ્રતિબંધ અને ભારતમાં બીબીસી પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી હતી.ભારતની એકતા અને અખંડિતતાને તોડવા માટે બીબીસીના કાવતરાની તપાસ એનઆઈએ દ્વારા થવી જોઈએ અને ભારતમાં બીબીસી પર પ્રતિબંધ મૂકવો જોઈએ.તેવી માંગ કરાઇ હતી.જો કે આ પહેલા 3 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને 2002ના ગુજરાત રમખાણો સાથે જોડાયેલી બીબીસીની ડોક્યુમેન્ટ્રીને સેન્સર કરવાનું બંધ કરવાનો નિર્દેશ આપવાની માંગ કરતી અરજી પર કેન્દ્રને નોટિસ ફટકારી હતી. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર પાસે ત્રણ સપ્તાહની અંદર જવાબ માંગ્યો હતો.

હવે આ મામલાની સુનાવણી એપ્રિલમાં થવાની છે

સુપ્રીમ કોર્ટે કેન્દ્રને બીબીસીની ડોક્યુમેન્ટરી 'ઇન્ડિયા: ધ મોદી પ્રશ્ન'ને બ્લોક કરવાના તેના નિર્ણય સાથે સંબંધિત રેકોર્ડ રજૂ કરવા જણાવ્યું છે.આ મામલે હવે એપ્રિલમાં સુનાવણી થવાની છે. વરિષ્ઠ પત્રકાર એન. રામ અને ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રા અને એડવોકેટ પ્રશાંત ભૂષણ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ સી યુ સિંહે સુપ્રીમ કોર્ટમાં અનેક દલીલો કરી હતી. અનેક મોદી વિરોધી લોકો આ ડોક્યુમેન્ટ્રી ભારતમાં પ્રસારિત થવાના પક્ષમાં છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch