Fri,15 November 2024,1:49 pm
Print
header

જાન્યુઆરીના છેલ્લા સપ્તાહથી માર્કેટમાં મળશે કોરોનાની નાકથી લેવાતી રસી, જાણો શું હશે તેની કિંમત

નવી દિલ્હીઃ કોરોનાની પ્રથમ નાકથી લેવાની રસીને મંજૂરી આપ્યાંના ચાર દિવસ બાદ કેન્દ્ર સરકારે તેના ભાવ નક્કી કર્યાં છે. ભારત બાયોટેકની આ રસી સરકારી હોસ્પિટલોમાં 325 રૂપિયામાં મળશે. ખાનગી હોસ્પિટલોમાં આ માટે 800 રૂપિયા નક્કિ કરાયા છે. આ રસી જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયાથી ઉપલબ્ધ થશે. કેન્દ્રએ 23 ડિસેમ્બરે વિશ્વની પ્રથમ નાકમાં આપવાની કોરોના રસીને મંજૂરી આપી હતી. કોવેક્સિનનું ઉત્પાદન કરતી હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેકે વોશિંગ્ટન યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિન (ડબલ્યુયુએસએમ)ના સહયોગથી આ રસી બનાવી છે. નાકમાં આપવાની રસી બૂસ્ટર ડોઝ તરીકે આપી શકાય છે.

હાલ ભારતમાં વેક્સિનના બે ડોઝ આપવામાં આવી રહ્યાં છે. બીજા ડોઝના 14 દિવસ બાદ રસી લેનાર વ્યક્તિને સુરક્ષિત માનવામાં આવે છે. નાકની રસી 14 દિવસમાં અસર બતાવવાનું શરૂ કરશે. આ સિંગલ ડોઝ વેક્સિન છે, તેના કારણે ટ્રેકિંગ સરળ છે. તેની આડઅસરો પણ ખાસ નહીં હોય, આ રસિનો બીજો મોટો ફાયદો એ છે કે સોય અને સિરિંજનો કચરો પણ ઓછો થશે.

આ રસીને iNCOVACC નામ આપવામાં આવ્યું છે. અગાઉ તેનું નામ BBV154 હતું. તેની ખાસ વાત એ છે કે શરીરમાં જતાની સાથે જ તે કોરોનાના સંક્રમણને રોકવાનું શરૂ કરી દે છે. આ રસીમાં ઇન્જેક્શનની જરૂર પડતી નથી, તેથી ઇજા થવાનું જોખમ રહેતું નથી. હેલ્થકેર વર્કર્સને ખાસ ટ્રેનિંગની જરૂર નહીં પડે.

કોવેક્સિન અને કોવિશિલ્ડ જેવી રસી લેનારાઓને ઇન્ટ્રાનાસલ રસી બૂસ્ટર ડોઝ તરીકે આપવામાં આવશે.જો કે, તેનો ઉપયોગ પ્રાથમિક રસી તરીકે પણ થઈ શકે છે. મેનેજિંગ ડિરેક્ટર અને ભારત બાયોટેકના ચેરમેન. કૃષ્ણા એલ્લાએ થોડા સમય પહેલા કહ્યું હતું કે પોલિયોની જેમ આ રસીના 4 ટીપાં પૂરતા છે. બંને નસકોરામાં બે ટીપાં નાખવામાં આવશે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch