Sat,16 November 2024,7:20 pm
Print
header

ભારતમાં કોરોનાએ માર્યો ફૂંફાડો, 24 કલાકમાં નોંધાયા 58 હજારથી વધારે કેસ - Gujarat Post

દેશમાં એક્ટિવ કેસની સંખ્યા બે લાખને પાર

(file photo)

દેશમાં કોરોનાનો રાફડો ફાટ્યો 

દૈનિક કેસમાં રોજ આવી રહ્યો છે ઉછાળો

ઓમિક્રોનના કેસ બે હજારને પાર

નવી દિલ્હીઃ દેશભરમાં કોરોનાના કેસમાં (india corona cases) અસાધારણ વધારો થવાની સાથે જ કોરોનાની ત્રીજી લહેર (covid-19 third wave) શરૂ થઈ ગઈ છે મોડા-મોડા રાજ્ય સરકારો એલર્ટ થઈ ગઈ છે. કોરોનાનો પ્રસાર રોકવા માટે રાજ્યોએ ફરી એક વખત નાઈટ કર્ફ્યૂ (night curfew) સહિતના પ્રતિબંધો લગાવવાનું શરૂ કર્યું છે. ભારતમાં દૈનિક કોરોનાના કેસોમાં ઉછાળો આવી રહ્યો છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં 58,097 નવા કોવિડ કેસ નોંધાયા છે, 15,389 દર્દીઓ સાજા થયા છે. 534 દર્દીઓના કોરોનાથી મોત થયા છે. દૈનિક પોઝિટિવિટી રેટ 4.18 ટકા છે. હાલ એક્ટિવ કેસ 2,14,0004 છે. કુલ 3,43,21,803 લોકો કોરોનાને મ્હાત આપી ચુકયા છે. કોરોનાથી અત્યાર સુધીમાં 4.82 લાખથી વધુ લોકોના મોત થયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ, દેશમાં ઓમિક્રોનના કુલ કેસની સંખ્યા 2135 થઈ છે. મહારાષ્ટ્ર અને દિલ્હીમાં સૌથી વધુ કેસ છે. મહારાષ્ટ્રમાં 653 અને દિલ્હીમાં 464 ઓમિક્રોન દર્દી નોંધાયા છે.ઓમિક્રોનના 2135 દર્દીમાંથી 828 રિકવર થઈ ગયા છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch