Fri,15 November 2024,3:16 pm
Print
header

દેશમાં ફરીથી કોરોનાનો ડર, લોકોને ભીડવાળી જગ્યાઓ પર માસ્ક પહેરવાની સલાહ, શરદી-ખાંસી હોય તો કોરોના ટેસ્ટ કરાવો

નવી દિલ્હીઃ ચીન અને અમેરિકામાં કોવિડ-19 સંક્રમણના ઝડપથી વધી રહેલા કેસો વચ્ચે ભારતમાં ચિંતા વધી છે, દિલ્હી જેવા શહેરોમાં ફરીથી કોરોનાના કેસ આવવાનું શરૂ થઇ ગયું છે.સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે કોરોના વાયરસની સ્થિતિને લઈને સ્વાસ્થ્ય મંત્રાલયમાં દર અઠવાડિયે એક સમીક્ષા બેઠક યોજાશે. તાજેતરની કોવિડ-19 પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે બુધવારે આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાની નિષ્ણાતો સાથેની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠક બાદ નીતિ આયોગના સભ્ય (સ્વાસ્થ્ય) વી.કે.પોલે કહ્યું છે કે ગભરાવવાની જરૂર નથી. લોકોને ભીડભાડવાળા વિસ્તારોમાં માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી છે. પુરતા પ્રમાણમાં ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. 

બેઠક બાદ વી.કે.પોલે જણાવ્યું કે દેશમાં કોરોના હજુ પૂરો ગયો નથી. હાલ કોરોનાને લઈને ચિંતાની જરૂર નથી. ચીનમાં કોરોનાના કેસ વધ્યા છે, પરંતુ કોરોનાને લઈને આપણે સાવચેત છીએ. બેઠકમાં ચીનના નવા કોરોના વેરિએન્ટ પર ચર્ચા કરવામાં આવી હતી. દેશમાં 18 વર્ષથી વધુ ઉંમરના દરેક વ્યક્તિને પ્રિસ્ક્રિપ્શન ડોઝ મળવો જોઈએ. દરેક માટે કોરોના રસીનો પ્રિસ્ક્રિપ્શન ડોઝ લેવો ફરજિયાત છે.

લોકોને ખાંસી અને શરદી હોય તો ટેસ્ટ કરાવવા માટે તેમના દ્વારા એડવાઇઝરી જાહેર કરવામાં આવી હતી. જ્યાં જરૂરી હોય ત્યાં પરીક્ષણ કરાવો. અત્યાર સુધીમાં માત્ર 27 ટકા લોકોએ જ કોવિડ 19ની સાવચેતીનો ડોઝ લીધો છે. હાલ કોઈ નવી ગાઈડલાઈન બહાર પાડવામાં આવી નથી. સર્વેલન્સ સિસ્ટમને વધુ સઘન બનાવવામાં આવશે.આ અંતર્ગત ભારતની તમામ હોસ્પિટલોમાં આવતા ગંભીર ન્યુમોનિયાના કેસોને ટ્રેક કરવામાં આવશે.

સરકારે ભીડમાં માસ્ક પહેરવાની અને સામાજિક અંતર રાખવાની સલાહ આપી છે. વરિષ્ઠ નાગરિકોએ ખાસ કાળજી લેવી પડશે. વૃદ્ધો માસ્ક ફરજિયાત પહેરો, જરૂર પડશે તો કોરોના ગાઈડ લાઈનમાં સુધારો કરવામાં આવશે. સરકારે અપીલ કરી છે કે જેમણે કોરોનાનો Precaution Dose નથી લીધો, તેઓ તાત્કાલિક આ બુસ્ટર ડોઝ લઇ લે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch