Sat,21 September 2024,5:55 am
Print
header

વિદેશમાં દેશપ્રેમની ઝલક, અમેરિકામાં ભારતના સ્વાતંત્ર્ય દિવસની ગુજરાતીઓએ ધામધૂમથી કરી ઉજવણી

સ્ક્રેન્ટન, પેન્સિલવેનિયાઃ ગુજરાતીઓ વિશ્વના ખુણે ખુણે છે અને પોતાની માટીની ખુશ્બુ ક્યારેય ભૂલતા નથી. આપણા હિન્દુસ્તાન પ્રત્યેનો પ્રેમ તેમના દિલોમાં હોય છે. આ વખતે પણ વિદેશમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરાઇ છે. i a c o s ઇન્ડો-અમેરિકન કમ્યુનિટીના પ્રતિષ્ઠિત આગેવાનો અલ્પેશ પટેલ અને ભાવિન પટેલ દ્રારા ભારતના 77માં સ્વાતંત્ર્ય દિવસની વિદેશમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી છે.

દર વર્ષે 15મી ઓગસ્ટે રાષ્ટ્રીય તહેવાર ઉજવવામાં આવે છે. ભારતને લગભગ 200 વર્ષ પછી 15 ઓગસ્ટ 1947ના રોજ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મળી હતી. આપણા ઘણા બહાદુર પુત્રો અને નાયિકાઓએ આ દિવસ માટે તેમના જીવનની લાઇન લગાવી દીધી હતી. સ્વતંત્રતા દિવસ એ આપણા દેશની આઝાદી માટે લડનારા સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનને યાદ કરવાનો પ્રસંગ છે, જે પૈકી એકતા, વિવિધતા અને સાંસ્કૃતિક ગૌરવના આ પ્રદર્શનમાં, ઇન્ડો- અમેરિકન કમ્યુનિટી ઓફ ઓફ સ્ક્રેન્ટન (IACOS) નોન-પ્રોફિટેબલ સંસ્થા ધ્વારા વિદેશની ધરતી પર 19મી ઓગસ્ટ, 2023ના રોજ ભારતના 77મા સ્વતંત્રતા દિવસની નાય ઓગસ્ટ પાર્ક, સ્ક્રેન્ટનમાં હજારોની સંખ્યામાં ઉપસ્થિત ભારતીયોની હાજરીમાં ભવ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ ઇવેન્ટમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત કહ્યાં હતા અને મોટી પરેડ કાઢવામાં આવી હતી. ભારતીય અને અમેરિકન રાષ્ટ્રગાન પછી ધ્વજવંદન સમારંભ કરવામાં આવ્યો હતો, ત્યાર બાદ ભારતીય વારસાની યાદ, સાંસ્કૃતિક પ્રદર્શન અને દેશભક્તિના પ્રદર્શન વગેરે યોજવામાં આવ્યાં હતા. આ ઇવેન્ટમાં દેશભક્તિની ભાવના સાથે પરેડમાં મોટી સંખ્યામાં વિદેશી ભારતીયો ખુબ જ ઉત્સાહ અને ઉલ્લાસ સાથે જોડાયા હતા. આ કાર્યક્રમમાં નાના બાળકો ધ્વારા શહીદ વીરોની યાદમાં ફેશન શો પણ યોજવામાં આવેલો અને અન્ય યુવાનોએ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લીધા હતા.

જેમણે આ પ્રોગ્રામને સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી. તેમનું અતૂટ સમર્પણ અને અસાધારણ પ્રયાસો સાંસ્કૃતિક વારસાને જાળવવા અને એકતા વધારવા માટે સંસ્થાની પ્રતિબદ્ધતાનું ઉદાહરણ આપે છે. આ અદ્ભભૂત ઉજવણી ઈન્ડો અમેરિકન કોમ્યુનિટી ઓફ સ્ક્રેન્ટન (IACOS) ના ચેરમેન અલ્પેશ પટેલ એલ પટેલ અને વાઈસ ચેરમેન ભાવિન પટેલની અથાક મહેનત, દેશ પ્રેમ, સંસ્થાની ઉતરોતર પ્રગતી માટેની ઉચ્ચ દ્રષ્ટિ અને અતૂટ સમર્પણને લીધે દર વર્ષે શક્ય બની છે. જેઓની ઉચ્ચ સ્વપ્નદ્રષ્ટીથી ઈન્ડો અમેરિકન સમૂદાયમાં એકતા અને પ્રગતિના ઉદ્દેશને વિદેશની ધરતી પર ખુબ આગળ વધાર્યું છે. તેમના પ્રેરણાદાયી નેતૃત્વ માટે જાણીતા એલ પટેલ તેમજ ભાવિન પટેલે સંસ્થાના હિત અને તેઓનો તેમના દેશ પ્રેમ તેમજ ભારતીયો પ્રત્યેના પ્રેમ તેમજ આ મહત્વપૂર્ણ અવસર પર સર્વેની એકતાની શક્તિ દર્શાવે છે.

આપણા પૂર્વજોના બલિદાનોને કારણે આજે આપણે જે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરીએ છીએ તે આપણા ભારત દેશમાં રહેતા દરેક વ્યક્તિ માટે તો ગર્વની વાત છે જ પરંતુ વિદેશની ધરતી પર રહેલા આપણા ભાઇઓ પણ આ દિવસને યાદ કરીને દેશભક્તિનું ઉદાહરણ આપે છે. પેન્સીલ્વેનીયા રાજ્યમાંથી ચૂંટાયેલા સભ્યોમાં ખાસ એવા પેન્સિલવેનિયાના યુએસએના પ્રતિનિધિ કોંગ્રેસમેન મેટ કાર્ટરાઈટનો, સેનેટર માર્ટી ફ્લાયનના ડિરેક્ટર બ્રાયન ડોટન, બિલ ગોહેન કાઉન્ટી કમિશનર ઉમેદવાર, લકવાના કાન્ટી જજ ફ્રેન્ક રુજેરિયો, મેજિસ્ટ્રેટ જિલ્લા ન્યાયાધીશ ટેની ગલાઘર, સ્ટેટ રેપ. એરોન કૌફર, સ્ટેટ રેપ. એલેક રિન્કવેજ, કાઉન્ટી કમિશનર માટેના ઉમેદવાર ડાયના કેમ્પબેલ, હાઉસિંગ ઓથોરિટીના જુનિયર સોલિસિટર જેમ્સ ડોહર્ટી જુનિયર, ડેમોક્રેટિક અધ્યક્ષ ક્રિસ પેટ્રિક, સ્ક્રેન્ટન સ્કૂલ બોર્ડના ઉમેદવાર બોબ કેસી અને માર્ક ડેનેનબૌમ, સ્ક્રેન્ટન કાઉન્સિલના ઉમેદવાર માર્ક પેન, સ્ક્રેન્ટન હાઉસિંગ ઓથોરિટી બોર્ડના ડેપ્યુટી એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર કાર્લ લિનોટ તેમજ સભ્ય દેવેન્દ્ર દવે ઉપસ્થિત રહ્યાં હતા.

આ ભવ્ય ઉજવણીની સફળતા માટે ઈન્ડો અમેરિકન કોમ્યુનિટી ઓફ સ્ક્રેન્ટન (IACOS) સંસ્થાના પ્રાયોજકો, સ્પોન્સર્સ અને સમર્થકોનો અતૂટ સમર્થન વિના શક્ય ન બની હોત. જેમાં વડતાલ મંદિરના પ્રતિનિધિઓ, BAPS મંદિરના પ્રતિનિધિઓ, હિન્દુ સ્વયંસેવક સંઘ (HSS) , વૈષ્ણવ સમાજ (VYO), ડોકટરોનું ગ્રુપ અને બિઝનેસ ગ્રુપનો ફાળો ખુબ મહત્વનો હતો. આ તમામ સંસ્થાઓનું અને વ્યક્તિઓનું ઉદાર યોગદાન અને સમર્પણ સમગ્ર ઇવેન્ટ દરમિયાન ગુંજતું હતું."આ ઈવેન્ટ આપણા સંસ્થાની મજબૂતાઈ અને સર્વને દેશ પ્રેમ તરફ સર્વેને બાંધે બાંધે છે. આ ભારત દેશના 77મા ભારતીય સ્વતંત્રતા દિવસની ઉજવણીનો વારસો નિઃશંકપણે સ્ક્રેન્ટનના ઈન્ડો અમેરિકન કમ્યુનીટીને હમેંશા પ્રેરણા આપતો રહેશે, જેમાં એલ પટેલ, ભાવિન પટેલ અને IACOSની એક્ટીવ ટીમ એકતા, પ્રગતિ અને સાંસ્કૃતિક જાળવણીને આગળ વધારવામાં મોખરે છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch