Mon,18 November 2024,3:52 am
Print
header

India Lockdown Update: દેશના આ જિલ્લામાં લાદવામાં આવ્યું સંપૂર્ણ લોકડાઉન, મહારાષ્ટ્રમાં થઈ શકે છે તાળાબંધી !

(ફાઈલ તસવીર)

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસની બીજી લહેર કહેર મચાવી રહી છે. સતત વધી રહેલા કોરોનાના કેસને કારણે હવે રાજ્યો દ્વારા આકરા નિર્ણયો લેવાની શરૂઆત થઈ ગઈ છે. આજે છત્તીસગઢના દુર્ગમાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.
દુર્ગ કલેક્ટરના કહેવા મુજબ જિલ્લામાં 6 થી 14 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉન લાદવામાં આવશે. લોકડાઉનના જે નિયમો છે તેનું કડકાઈથી પાલન કરાવવામાં આવશે. કોરોનાના વધતા કેસોને લઈને આ ફેંસલો લેવામાં આવ્યો છે.

મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ દિવસેને દિવસે વણસી રહી છે. જેને લઈને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી છે. જેમાં કોરોનાને કાબૂમાં કરવા તાળાબંધી કરવાનો ફેંસલો લેવામાં આવી શકે છે. મહારાષ્ટ્રના અનેક શહેરોમાં લોકડાઉન છે, જ્યારે હાલ રાત્રિ કર્ફ્યૂ અમલી છે. તેમ છતાં કોરોનાના કેસ કાબૂમાં નથી આવી રહ્યાં.
પુણેમાં આવતીકાલે સાંજે 6 થી સવારે 6 એમ 12 કલાકનો નાઇટ કર્ફ્યૂ નાંખવામાં આવ્યો છે. મુંબઈના મેયર કિશોરી પેડનેકરે કહ્યું કે કોઈ લોકડાઉન નથી ઈચ્છતું પરંતુ વધી રહેલા કેસના કારણે હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રકચર પર અસર થઈ છે આ માટે કડક પગલાં ભરવા પડી શકે છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch