Sun,17 November 2024,12:32 am
Print
header

UN માં કાશ્મીર રાગ આલાપતાં પાકિસ્તાનની ભારતે ખોલી નાખી પોલ

યુએનઃ સીમા પર આંતકવાદ ફેલાવતાં પાકિસ્તાનને ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં ચેતવણી આપી દીધી છે, ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કહ્યું કે તેઓ પાકિસ્તાન તરફથી સીમા પર ફેલાવાતા આતંકવાદ સામે દ્રઢ અને નિર્ણાયક કાર્યવાહી કરવાનું ચાલુ રાખશે. કોઈ પણ ચર્ચા માટે યોગ્ય મોહાલ બનાવવાની જવાબદારી પાકિસ્તાનની છે.

ભારતના કાજલ ભટ્ટે યુએનએસસીમાં કહ્યું ભારત પાકિસ્તાન સહિત તમામ પડોશી દેશો સાથે સામાન્ય સંબંધ ઈચ્છે છે, જો કોઈ મુદ્દે વિવાદ હોય તો તેને શિમલા સમજૂતી અને લાહોર ઘોષણા મુજબ દ્વીપક્ષીય અને શાંતિપૂર્ણ રીતે ઉકેલવા પ્રતિબદ્ધ છે. કોઈ પણ સાર્થક વાતચીત આતંક, શત્રુતા અને હિંસા મુક્ત માહોલમાં થઈ શકે છે. આ પ્રકારનો માહોલ બનાવવાની જવાબદારી પાકિસ્તાન પર છે. જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદ બંધ નહીં કરે ત્યાં સુધી ભારત કાર્યવાહી કરતું રહેશે.

કાશ્મીર રાગ આલાપતાં ભારતે કહ્યું, અમે સ્પષ્ટ કરી દેવા માંગીએ છીએ કે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખ હંમેશાથી ભારતનું એક અભિન્ન અંગ છે. પીઓકેમાં પાકિસ્તાનનો ગેરકાયદેસર કબ્જો છે, તેથી પાકિસ્તાને આ વિસ્તાર તરત ખાલી કરવો જોઈએ. ભારતે કહ્યું, પાકિસ્તાની પ્રતિનિધિ પોતાના દેશની દુખદ સ્થિતિથી દુનિયાનું ધ્યાન ભટકાવવા કાશ્મીર રાગ આલાપે છે.પાકિસ્તાનમાં આતંકીઓ લોકો વચ્ચે ખુલ્લેઆમ ફરે છે. લઘુમતી સમુદાય સંબંધિત લોકોને હેરાન કરવામાં આવી રહ્યાં છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch