Sat,21 September 2024,3:12 am
Print
header

એશિયા કપઃ ટીમ ઇન્ડિયા બની ચેમ્પિયન, ફાઇનલમાં શ્રીલંકાની 10 વિકેટથી કારમી હાર

શ્રીલંકાઃ એશિયા કપ 2023ની ફાઈનલ મેચ ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ હતી. આ મેચમાં શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ આ નિર્ણય ખૂબ જ ખરાબ સાબિત થયો. આ મેચમાં શ્રીલંકાની ટીમ માત્ર 50 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયાને તેની 8મી એશિયા કપ ટ્રોફી જીતવા માટે માત્ર 51 રનની જરૂર હતી. આ મેચમાં મોહમ્મદ સિરાજે તરખાટ મચાવ્યો હતો અને 6 વિકેટ લીધી હતી.

ભારતને 8મું એશિયા કપ ટાઇટલ મળ્યું છે

ટીમ ઈન્ડિયાએ 8મી વખત એશિયા કપનો ખિતાબ જીત્યો છે. ભારતીય ટીમે સાતમી વખત ODI એશિયા કપ જીત્યો છે અને એકવાર T-20 એશિયા કપનો ખિતાબ જીત્યો હતો. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 10 વિકેટથી હરાવ્યું હતું.

મોહમ્મદ સિરાજે ફાઈનલ મેચમાં 6 વિકેટ ઝડપી હતી. દરમિયાન તેણે માત્ર 21 રન આપ્યાં હતા. સિરાજની શાનદાર બોલિંગના કારણે ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 50 રનમાં ઓલઆઉટ કરી દીધું. સિરાજ ઉપરાંત હાર્દિક પંડ્યાએ પણ ત્રણ અને જસપ્રિત બુમરાહે એક વિકેટ ઝડપી હતી.

શ્રીલંકન ટીમ માટે વિકેટકીપર બેટ્સમેન કુસલ મેન્ડિસે સૌથી વધુ 17 રન બનાવ્યાં હતા. દુષણ હેમંતે 13 રન બનાવ્યાં હતા.આ સિવાય કોઈ બેટ્સમેન ડબલ ફિગરને સ્પર્શી શક્યો ન હતો. જ્યારે 5 બેટ્સમેન ખાતું પણ ખોલી શક્યા ન હતા. ભારતીય ટીમ માટે ઝડપી બોલર મોહમ્મદ સિરાજે 7 ઓવરમાં 21 રન આપીને 6 વિકેટ ઝડપી હતી.જ્યારે હાર્દિક પંડ્યાએ 2.2 ઓવરમાં 3 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. જ્યારે જસપ્રીત બુમરાહને 1 સફળતા મળી હતી.

51 રનના ટાર્ગેટના જવાબમાં ભારતીય ટીમ માટે ઈશાન કિશન અને શુભમન ગીલે ઓપનિંગમાં સરસાઈ મેળવી હતી. કેપ્ટન રોહિત શર્મા આ વખતે બેટિંગ કરવા આવ્યો ન હતો. ઈશાન અને ગિલ અણનમ રહ્યાં અને ટીમને 10 વિકેટે હરાવી હતી.ગિલ 27 રન બનાવીને અણનમ રહ્યો હતો અને ઈશાન 23 રન બનાવ્યાં બાદ અણનમ રહ્યો હતો. ભારતીય ટીમે માત્ર 6.1 ઓવરમાં મેચ જીતી લીધી હતી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch