Sat,21 September 2024,6:04 am
Print
header

ઇન્ડોનેશિયાના બાલીમાં ધરા ધ્રુજી ઉઠી, રિક્ટર સ્કેલ પર 7ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ

ઈન્ડોનેશિયાઃ બાલીના સમુદ્ર વિસ્તાર વહેલી સવારે જોરદાર ભૂકંપના આંચકાથી હચમચી ગયો હતો. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7 માપવામાં આવી છે. જો કે ભૂકંપને લઈને સુનામીની કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી. આ ભૂકંપના કારણે હાલમાં કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી.

ભૂકંપનું કેન્દ્ર ઇન્ડોનેશિયાના માતરમથી 201 કિ.મી ઉત્તરમાં હતું

યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટર (EMSC) એ અહેવાલ આપ્યો છે કે ઇન્ડોનેશિયાના બાલી સાગર ક્ષેત્રમાં 7 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર ઇન્ડોનેશિયાના માતરમથી 201 કિમી ઉત્તરમાં અને પૃથ્વીની સપાટીથી 518 કિમી નીચે હતું.

ગયા વર્ષે ભૂકંપમાં 300 લોકોનાં મોત થયા હતા

ઇન્ડોનેશિયા ભૂકંપની દ્રષ્ટિએ ખૂબ જ સંવેદનશીલ વિસ્તાર છે. ગયા વર્ષે નવેમ્બરમાં ઇન્ડોનેશિયાના પશ્ચિમ જાવા પ્રાંતમાં આવેલા ભૂકંપમાં 300 લોકોનાં મોત થયા હતા જ્યારે હજારો લોકો ઘાયલ થયા હતા. તે સમયે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.6 માપવામાં આવી હતી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch