Fri,15 November 2024,7:58 am
Print
header

ઈન્દોરમાં વાવની છત ધરાશાયી થવાની ઘટનામાં કુલ 35 લોકોનાં મોત, મૃતકોના પરિવારોને રૂ. 5- 5 લાખની સહાયની જાહેરાત

મધ્ય પ્રદેશઃ ઈન્દોરમાં રામનવમી પર એક મોટી દુર્ઘટના થઇ છે. સ્નેહ નગર પાસેના પટેલ નગરના શ્રી બેલેશ્વર મહાદેવ ઝુલેલાલ મંદિરમાં વાવની છત ધરાશાયી થતાં 50 થી વધુ લોકો અંદર પડી ગયા હતા. વાવમાં પડી ગયેલા લોકોને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. કેટલાક લોકોને બહાર કાઢવામાં આવ્યાં હતા.અત્યાર સુધીમાં 15 લોકોને બચાવી લેવામાં આવ્યાં છે. તેમને પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યાં છે. ઈન્દોર કલેક્ટરે આ ઘટનામાં 35 લોકોનાં મોતની પુષ્ટિ કરી છે.એક પોલીસ અધિકારીના જણાવ્યાં મુજબ 15  લોકોને બચાવી લેવામાં આવ્યાં છે. 

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ ઘટનાની તપાસના આદેશ આપ્યાં છે. મૃતકોના પરિવારને 5-5 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch