Sat,16 November 2024,6:00 am
Print
header

CGST ના અધિકારીઓ ફસાયા ACB ની ચાલમાં, આટલા રૂપિયાની લીધી હતી લાંચ- Gujarat post

CGST વિભાગના 2 કર્મચારીઓ સહિત 3 ને એસીબી દ્વારા ઝડપી લેવામાં આવ્યાં

ધંધા બાબતે પુરાવા દુકાનમાં દેખાતા નથી જેને કારણે ધંધો શંકાસ્પદ હોવાનું કહીને પેનલ્ટી આપવાની કરી હતી વાત 

સુરતઃ કામરેજમાં એસીબીએ સપાટો બોલાવી દીધો છે. કામરેજ ખાતે યાર્નના વેપારી પાસે પુરાવા વગર ભાગીદારી પેઢી ચલાવતા હોવાનો દમ મારીને રૂ.15000 ની લાંચ લેનારા સેન્ટ્રલ જીએસટી વિભાગના 2 કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલા આરોપીઓ પૈકી એક ક્લાસ 2 અધિકારી છે. યાર્નના વેપારી પાસે પુરાવા વગર ભાગીદારી પેઢી ચલાવતા હોવાનું કહી આ લાંચ માંગવામાં આવી હતી. 

પાસોદરા ગામે આવેલી દુકાનમાં અન્ય ભાગીદારો સાથે ભાગીદારી પેઢી બનાવીને યાર્નનો વેપાર કરતા એક વેપારી પાસેથી લાંચ માંગવામાં આવી હતી. ભાગીદારી પેઢીમાં સેન્ટ્રલ જીએસટી વિભાગના અધિકારીઓ આરોપી આશિષ રણવીરસિંહ ગેહલાવત અને જસ્ટીન કાંતિલાલ માસ્ટર વેરીફીકેશન માટે ગયા હતાં. દુકાનની વિજીટ કરીને દસ્તાવેજી પુરાવા માગ્યા હતા. વેપારીએ ભાગીદારી પેઢીમાં કોઇ બેનર કે ડીસપ્લે લગાવ્યું ન હતુ, ઉપરાંત ધંધો કરે છે તે અંગે રજૂ કરેલા પુરાવાને ધ્યાને લઇને અત્યાર સુધી વેપારીએ રૂપિયા 38,00,000/-નો ધંધો કર્યો છે. તેમ કહીને દમ માર્યો હતો આ ધંધો શંકાસ્પદ હોવાનું કહી મોટી પેનલ્ટીની વાત કરી હતી.

પહેલા 20 હજાર રૂપિયાની લાંચની માંગણી કરી હતી. ત્યાર બાદ સુરત શહેર વિસ્તારમાં લંબે હનુમાન રોડ પર આવેલી વેપારીના ભાઇના CA ની ઓફીસમાં વેરીફીકેશન અંગેના પંચનામાની કાર્યવાહી કરવા ગયા હતા. રકઝકને અંતે ફરીયાદી પાસે છેલ્લે 15 હજાર રૂપિયાની લાંચની માંગણી કરી હતી. આ લાંચની રકમ આપતા પહેલા વેપારીએ એન્ટીકરપ્શનમાં ફરિયાદ દાખલ કરાવી હતી. એસીબીની ટીમ દ્વારા સેન્ટ્રલ જીએસટીના બંન્ને કર્મચારીઓ અને વચેટીયાને રૂ 15 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો છે. જેને કારણે અન્ય કર્મચારીઓમાં પણ ફફડાટ ફેલાઇ ગયો છે. 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch