અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર ચાર્જમાં 10 રૂપિયાનો વધારો
નવી દિલ્હીઃ નવું નાણાંકીય વર્ષ 2023-24 આજથી એટલે કે 1 એપ્રિલથી શરૂ થઇ ગયું છે. નવું નાણાંકીય વર્ષ શરૂ થવાની સાથે જ ઘણા નિયમો બદલાયા છે. આ નિયમોમાં ફેરફારની અસર તમારા ખિસ્સા પર પડશે. આજથી આવકવેરાની નવી વ્યવસ્થાના નવા સ્લેબ અમલમાં આવ્યાં છે. દેશમાં સોનાના વેચાણને લઈને નવા નિયમો પણ આજથી લાગુ થઈ રહ્યાં છે. ઉપરાંત આજથી બીજા પણ ઘણા ફેરફારો થયા છે.
1. કોમર્શિયલ એલપીજી સસ્તો થયો છે
આજથી એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર થયો છે. 19 કિલો કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 91.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની નવી કિંમત 2,028 રૂપિયા હશે.જો કે, ઘરેલુ એલપીજીના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.દર મહિનાના પહેલા દિવસે પેટ્રોલિયમ કંપનીઓ એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરે છે.
2. નવી કર વ્યવસ્થા
દેશમાં પહેલી એપ્રિલથી આવકવેરાના નવા સ્લેબ લાગુ થઈ ગયા છે. સરકારે સામાન્ય બજેટ 2023માં નવા સ્લેબની જાહેરાત કરી હતી, જેમાં સ્લેબની સંખ્યા 6થી ઘટાડીને પાંચ કરવામાં આવી હતી. સરકારે કહ્યું છે કે નવી કર વ્યવસ્થા ડિફોલ્ટ થશે. જો કોઇએ જૂની કર વ્યવસ્થા પસંદગી કરવાની હોય તો તેણે આ માટે ફોર્મ ભરવું પડશે.
3. 7 લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત
આજથી આવકવેરા મુક્તિ મર્યાદા રૂપિયા 5 લાખથી વધારીને રૂપિયા 7 લાખ કરવામાં આવી છે. આ લાભ નવી કર વ્યવસ્થા પસંદ કરનારાઓને મળશે.નવી કર વ્યવસ્થામાં આવકવેરા કાયદાની કલમ 87એ હેઠળ કરમુક્તિ 12,500 રૂપિયાથી વધારીને 25,000 રૂપિયા કરવામાં આવી છે. નવી વ્યવસ્થા હેઠળ 7 લાખ રૂપિયા સુધીની આવક પર શૂન્ય કર લાભ મેળવનારાઓને 80સી હેઠળ મુક્તિનો લાભ મળશે નહીં.
4. એક્સપ્રેસ વે પર મુસાફરી કરવી મોંઘી
1 એપ્રિલથી દેશના હાઇવે અને એક્સપ્રેસ વે પર મુસાફરી કરવી મોંઘી પડશે, દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે અને એનએચ-9 પર ટોલ ટેક્સના દરોમાં આજથી લગભગ 10 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર ટોલ રેટ વધારવાની પણ જાહેરાત કરવામાં આવી છે. હવે આ એક્સપ્રેસ વે પર મુસાફરી કરવા માટે તમારે 18 ટકા વધુ ટોલ ચૂકવવો પડશે. દરેક નાણાંકીય વર્ષની શરૂઆતમાં ટોલ ટેક્સમાં ફેરફાર કરવામાં આવે છે.
5. જ્વેલરી પર હોલમાર્કિંગ ફરજિયાત
1 એપ્રિલ 2023થી સોનાની જ્વેલરીનું હોલમાર્કિંગ ફરજિયાત કરવામાં આવ્યું છે. આજથી માત્ર 6 આંકડાની આલ્ફાન્યૂમેરિક હોલમાર્કિંગ જ માન્ય રહેશે. 4 આંકડાની હોલમાર્ક યુનિક આઇડેન્ટિફિકેશનવાળી જ્વેલરી હવે વેચાશે નહીં.
6. નાની બચત યોજનાના વ્યાજ દરોમાં વધારો કરવામાં આવ્યો
1 એપ્રિલ 2023થી નાની બચતમાં રોકાણ કરનારાઓને ડિપોઝિટ પર વધુ વ્યાજ મળશે. સરકારે એપ્રિલ-જૂન 2023ના ત્રિમાસિક ગાળા માટે વ્યાજદરોમાં વધારો કર્યો છે.નાની બચત યોજનાઓના વ્યાજદરોમાં 70 બેસિસ પોઇન્ટ (બીપીએસ) નો વધારો કરવામાં આવ્યો છે. નાણાં મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહ્યું છે કે,સીનિયર સિટીઝન સ્કીમ, મંથલી ઇન્કમ સ્કીમ, નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ, કિસાન વિકાસ પત્ર અને સુકન્યા સમૃદ્ધિ યોજના જેવી યોજનાઓના વ્યાજદરોમાં વધારો કરવામાં આવ્યો છે.
7. મ્યુચ્યુઅલ ફંડમાં ફેરફાર
1 એપ્રિલથી ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં કરવામાં આવેલા રોકાણ પર શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન હેઠળ ટેક્સ લાગશે. સરકારે લાંબા ગાળાનો મૂડી નફો નાબૂદ કર્યો છે. જો કોઇ 36 મહિના પહેલા ડેટ મ્યુચ્યુઅલ ફંડના રિડીમ બાદ યુનિટ્સનું વેચાણ કરે છે તો નફા પર શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન લાગે છે.પરંતુ 36 મહિનાથી વધુના હોલ્ડિંગ બાદ વેચાણ એકમોને લાંબા ગાળાનો મૂડી નફો મળે છે.
8. મહિલાઓ માટે નવી યોજના
આજથી સરકાર મહિલાઓ માટે 'મહિલા સન્માન બચત' યોજના શરૂ કરી રહી છે.મહિલા સન્માન સેવિંગ સ્કીમ મહિલાઓ કે યુવતીઓના નામે લઇ શકાય છે. આ એક વખતની યોજના છે અને 2023-2025 વચ્ચેના બે વર્ષના સમયગાળા માટે જ રોકાણ માટે ઉપલબ્ધ રહેશે.
નાણામંત્રીએ પોતાના બજેટ ભાષણમાં કહ્યું હતું કે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી માટે બે વર્ષ સુધી એક વખતની બચત યોજના મહિલા સન્માન બચતપત્ર ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમાં બે લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકાય છે. આ યોજનામાં આંશિક ઉપાડના વિકલ્પો અને વાર્ષિક વ્યાજ દર 7 ટકા હશે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના તબીબ સંજય પટોળિયાની રાજકોટમાં પણ છે હોસ્પિટલ, આજના ઓપરેશન કર્યા રદ્દ | 2024-11-14 18:06:10
ખ્યાતિકાંડ બાદ બોરીસણાના લોકો વિરોધ પ્રદર્શન સાથે હાઇવે પર ઉમટી પડ્યા, હાય હાયના લાગ્યા નારા | 2024-11-14 17:32:36
અમદાવાદ વિદ્યાર્થી હત્યા કેસ: આરોપીને સાથે રાખીને કરાયું રિ-કન્ટ્રકશન, વિરેન્દ્ર મગરના આંસુ સારતો જોવા મળ્યો | 2024-11-14 17:10:15
ED ના ગુજરાત અને મહારાષ્ટ્રમાં દરોડા, અમદાવાદ, સુરતમાં નકલી આઇડીથી બેંક ખાતાઓ ખુલવાના કેસમાં કાર્યવાહી | 2024-11-14 11:07:20
વડોદરા મુરજાણી આત્મહત્યા કેસમાં માનેલી દીકરી અને માતા ઝડપાયા- Gujarat Post | 2024-11-14 10:51:10
ઝારખંડમાં પ્રથમ તબક્કાના 43 બેઠકો પર સવારે 10 વાગ્યા સુધીમાં સરેરાશ 15 ટકા મતદાન, ડ્રોનથી રાખવામાં આવી રહી છે નજર | 2024-11-13 11:21:08
ED એ પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં 17 જગ્યાએ પાડ્યાં દરોડા- Gujarat Post | 2024-11-12 15:05:37
ઓસ્ટ્રેલિયા પ્રવાસે જતાં પહેલા ગૌતમ ગંભીરે મીડિયાને કર્યું સંબોધન, કોહલી-રોહિતના ફોર્મને લઈને કહી આ વાત | 2024-11-11 10:16:39
Accident: લખનઉ એક્સપ્રેસ-વે પર ઉભેલા ટ્રરમાં ઘૂસી ગઈ ટુરિસ્ટ બસ, 5 લોકોનાં મોત- Gujarat Post | 2024-11-09 10:49:15
ભ્રષ્ટાચારના રૂપિયાનો પહાડ... CBIએ DUSIB અધિકારી વિજય મગ્ગુને લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધા | 2024-11-08 18:21:04
ટ્રમ્પને સપોર્ટ કરવું મસ્કને પડ્યું મોંઘું, એક લાખથી વધુ લોકોએ છોડ્યું X - Gujarat Post | 2024-11-14 10:29:03
અયોધ્યામાં રામ મંદિરને ઉડાવી દઇશું... ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ આપી ધમકી | 2024-11-12 08:51:32
અમેરિકાની ટસ્કેગી યુનિવર્સિટીમાં ફાયરિંગ, એક વ્યક્તિનું મોત, 16 લોકો ઘાયલ | 2024-11-11 10:11:20