Sun,17 November 2024,12:31 am
Print
header

IPL 2022: રાજસ્થાન રોયલ્સે આ ખેલાડીને 14 કરોડમાં કર્યો રિટેન, પંડ્યા બ્રધર્સ અમદાવાદ તરફથી રમે તેવી સંભાવના

નવી દિલ્હીઃ આઈપીએલ ફ્રેન્ચાઇઝી રાજસ્થાન રોયલ્સે કેપ્ટન સંજુ સેમસનને 2022 માટે રિટેન કર્યો છે. 27 વર્ષીય સેમસન પ્રતિ સીઝન 14 કરોડ રૂપિયાના કરાર પર સહમત થયા બાદ તે રાજસ્થાનનો કેપ્ટન પણ બની રહેશે. ઈએસપીએન ક્રીક ઈન્ફોના રિપોર્ટ પ્રમાણે સેમસન રાજસ્થાન રોયલ્સની રિટેન થનારા ખેલાડીમાં નંબર વન પર છે.

સંજુ સેમસન 2018માં 8 કરોડ રૂપિયામાં રોયલ્સ સામેલ થયો હતો.આઈપીએલની 14 મી સીઝનમાં તેને કેપ્ટનશિપ સોંપવામાં આવી હતી.જો કે તે ટીમને પ્લેઓફમાં નહોતો પહોંચાડી શક્યો. તેણે બેટિંગથી શાનદાર પ્રદર્શન કર્યું હતું. 127ના સ્ટ્રાઇક રેટથી 484 રન બનાવ્યાં હતા. ઉપરાંત રાજસ્થાન રોયલ્સ જોસ બટલર, યશસ્વી જાયસ્વાલને પણ જાળવી શકે છે. જોફ્રા આર્ચર અને બેન સ્ટોક્સ બેમાંથી કોઇ એક ખેલાડીને પણ ફ્રેન્ચાઇઝી રિટેન કરી શકે છે.

જો મુંબઈ ઈન્ડિયન્સ હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાને રિલીઝ કરશે તો અમદાવાદ ફ્રેન્ચાઇઝી દ્વારા ખરીદવામાં આવે તેવી સંભાવના છે. મુંબઈ ઈન્ડિયન્સ રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, ઈશાન કિશન જેવા ભારતીય ખેલાડીને રિટેન કરી શકે છે. ઉપરાંત પોલાર્ડને પણ જાળવી રાખે તેમ છે. ધોનીના નેતૃત્વવાળી ચેન્નાઈ સુપર કિંગ્સ જાડેજા, ઋતુરાજ ગાયકવાડને રિટેન કરે તેવી સંભાવના છે. વિદેશી ખેલાડીમાં મોઈન અલી, સેમ કરન અને ફાફ ડુપ્લેસિસમાંથી કોઈ એકને રાખી શકે તેમ છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch