Sat,16 November 2024,8:16 am
Print
header

IPL 2022: ધોનીએ CSKની કેપ્ટનશીપ છોડી, જાણો કોને મળી કમાન, 14 વર્ષમાં પહેલીવાર ચેન્નાઈનો કેપ્ટન બદલાયો- Gujarat Post

મુંબઇઃ IPL 2022 શરૂ થવામાં માત્ર બે દિવસ બાકી છે, તે પહેલા મહેન્દ્ર સિંહ ધોનીએ ફરી એકવાર ચોંકાવનારો નિર્ણય લીધો છે. તેણે ચેન્નાઈ સુપર કિંગ્સની કપ્તાની છોડીને ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને સોંપી દીધી છે. ધોનીએ કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય લીધો છે. તે IPLની 15મી સિઝનમાં ખેલાડી તરીકે રમતો જોવા મળશે.

ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈને વાનખેડે સ્ટેડિયમમાં 26 માર્ચે કોલકત્તા સામે તેમની પ્રથમ મેચ રમવાની છે પરંતુ તે પહેલા ચાર વખતની ચેમ્પિયન CSKમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. CSKએ આ વખતે IPLની હરાજી પહેલા ધોની-જાડેજા સહિત ચાર ખેલાડીઓને રિટેન કર્યા હતા. જાડેજાને ફ્રેન્ચાઇઝીએ સૌથી વધુ રૂ. 16 કરોડની રકમ સાથે જાળવી રાખ્યો હતો. પરંતુ ધોનીને આ સિઝન માટે માત્ર 12 કરોડ રૂપિયામાં જ રિટેન કરવામાં આવ્યો હતો. ત્યારથી એવી અટકળો ચાલી રહી હતી કે જાડેજાને કેપ્ટન બનાવવામાં આવી શકે છે.

 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch