Sun,17 November 2024,12:21 am
Print
header

IPL 2022: આજે સામે આવશે રિટેંશન લિસ્ટ, મેગા ઓક્શનમાં ઉતરી શકે છે અનેક ધૂરંધરો

(File Photo)

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 ની ટીમો માટે આજે ખેલાડીઓનું રિટેંશન લિસ્ટ જાહેર થઈ શકે છે.ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા નિર્ધારીત આઈપીએલ 2022 રિટેંશનની સમય મર્યાદા આજે પૂરી થાય છે. આગામી સિઝનથી 10 ટીમો વચ્ચે મુકાબલો રમાશે, જેને કારણે અનેક ધૂરંધરો ઓક્શનમાં ઉતરી શકે છે.

જૂની આઠ ટીમો મહત્તમ ચાર ખેલાડી રિટેન કરી શકે છે. જેમાંથી ત્રણ દેશી અને એક વિદેશી ખેલાડી હોઈ શકે છે. અથવા બે દેશી અને બે વિદેશી પણ હોઈ શકે છે.  બે નવી ટીમો ખેલાડીઓના પૂલમાંથી મહત્તમ ત્રણ ખેલાડી પસંદ કરી શકે છે. 2022 માટે 90 કરોડ રૂપિયા પર્સ હશે, જે ગત સીઝનમાં 85 કરોડ હતું.

જો ટીમ ચાર ખેલાડીને રિટેન કરે તો તે કુલ 42 કરોડ ખર્ચ કરી શકશે અને ત્રણ ખેલાડી રિટેન કરે તો 33 કરોડ ખર્ચ કરવો પડશે. જે બાદ બાકીની રકમમાંથી અન્ય ખેલાડીઓ ખરીદી શકશે. રોહિત શર્મા, ધોની, કોહલી જેવા મોટા ખેલાડીઓને ફ્રેન્ચાઇઝી ટીમમાં રિટેન કરી શકે છે. કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, ડેવિડ વોર્નર, મોહમ્મદ શમી જેવા ખેલાડીઓ ઓક્શનમાં ઉતરી શકે છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch