Sun,17 November 2024,7:22 pm
Print
header

રાજ્યમાં IPS અધિકારીઓની બદલીને લઈ સૌથી મોટા સમાચાર, 17 જિલ્લાના બદલાઇ શકે છે SP ?

ગાંધીનગર:રાજ્યમાં થોડા સમય પહેલા 77  IAS અધિકારીઓની બદલી થઇ હતી. હવે  આઈપીએસ (IPS) અધિકારીઓની બદલી થવાના સમાચાર મળી રહ્યાં છે. ગણતરીના દિવસોમાં જ આ બદલી થઇ શકે છે આ બદલીમાં મુખ્યત્વે 3 મહાનગરોના પોલીસ કમિશનરની બદલી થવાની શક્યતા છે.  રાજકોટ, અમદાવાદ અને સુરતને નવા પોલીસ કમિશનર મળી શકે છે. રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની બદલી થઇ શકે છે અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ અને  સુરત પોલીસ કમિશનર અજય તોમરની બદલી થવાની શક્યતા છે.

આઈપીએસ (IPS) અજય તોમરને અમદાવાદ પોલીસ કમિશનરનો હવાલો સોંપાઈ શકે છે. રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને સુરતનો હવાલો સોંપાઈ શકે છે. અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને એસીબી ડાયરેક્ટર બનાવાય તેવી સંભાવના છે.

રાજકોટ પોલીસ કમિશનર તરીકે હાલ 5 નામ સૌથી આગળ ચાલી રહ્યાં છે.રાજકુમાર પાંડિયન, રાજુ ભાર્ગવ, નીરજા ગોટરૂ, કે એલ એન રાવ, નરસિમ્હા કોમરના નામ રેસમાં છે.  

વર્ષ 2017 બેચના 6 પ્રોબેશનરી આઈપીએસને જિલ્લા પોલીસ વડા તરીકે નિમણૂંક આપવામાં આવી શકે છે. ગાંધીનગર, ગોધરા, દાહોદ, અમરેલી સહિત 17 જિલ્લાના પોલીસ વડાની બદલી થઇ શકે છે.  વડોદરા અને સુરત ક્રાઇમ બ્રાંચ ડીસીપીની પણ બદલી થવાની શક્યતા છે. અમદાવાદ ટ્રાફિક ડીસીપીની બદલી પણ થઇ શકે છે. વડોદરા શહેરના 1 ડીસીપી તેમજ સૌરાષ્ટ્ર ઝોનના એક જિલ્લા પોલીસ વડાની ચોક્કસ કારણોસર બદલી થવાની સૂત્રો પાસેથી માહિતી મળી છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch