Thu,14 November 2024,10:45 pm
Print
header

કોણ છે IPS ઓફિસર રવિ સિન્હા ? જેમને અપાઇ છે RAW ના નવા ચીફની જવાબદારી

નવી દિલ્હી: કેન્દ્રની મોદી સરકારે છત્તીસગઢ કેડરના IPS અધિકારી રવિ સિંન્હાને દેશની ગુપ્તચર એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW)ના નવા ચીફ તરીકે નિયુક્ત કર્યાં છે. રવિ સિન્હા, છત્તીસગઢ કેડરના 1988 બેચના IPS, વર્તમાન ચીફ સામંત ગોયલ, IPS (પંજાબ 84)નું સ્થાન લેશે, જેઓ 30 જૂને નિવૃત્ત થઈ રહ્યાં છે. રવિ સિન્હા બે વર્ષ સુધી આ પદ સંભાળશે. અત્યાર સુધી તેઓ કેન્દ્રીય પ્રતિનિયુક્તિ પર કેબિનેટ સચિવાલયમાં વિશેષ સચિવના હોદ્દા પર તૈનાત છે.

રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW)ની સ્થાપના 21 સપ્ટેમ્બર 1968ના રોજ કરવામાં આવી હતી. તેના મુખ્ય કાર્યો વિદેશી ગુપ્તચર માહિતી ભેગી કરવી, આતંકવાદ વિરોધી, પ્રસાર વિરોધી, ભારતીય નીતિ નિર્માતાઓને સલાહ આપવી અને ભારતના વિદેશી વ્યૂહાત્મક હિતોને આગળ વધારવી છે.રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગની સ્થાપના પહેલા વિદેશી ગુપ્ત માહિતી સંગ્રહની જવાબદારી મુખ્યત્વે ઈન્ટેલિજન્સ બ્યુરો(IB)ની હતી, જે ભારત સરકાર દ્વારા બનાવવામાં આવી હતી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch