Fri,20 September 2024,8:26 am
Print
header

ઈરાનમાં આતંકવાદી હુમલામાં પાંચ પોલીસકર્મીઓનાં મોત, જૈશ-અલ-અદલ જૂથે લીધી જવાબદારી

તહેરાનઃ ઈરાનમાં આતંકવાદીઓએ પોલીસની બે કાર પર હુમલો કર્યો હતો. આ હુમલામાં પાંચ પોલીસકર્મીઓનાં મોત થયા હતા અને એક ગંભીર રીતે ઘાયલ છે. જૈશ-અલ-અદલ જૂથે આ હુમલાની જવાબદારી લીધી છે. તાજેતરમાં જ આ જૂથે સિસ્તાન-બલુચિસ્તાનમાં હુમલો કર્યો હતો. આ હુમલામાં 11 સુરક્ષા જવાનોનાં મોત થયા હતા.

ઈરાનની અર્ધ-સત્તાવાર તસ્નીમ ન્યૂઝ એજન્સીએ અહેવાલ આપ્યો છે કે પોલીસ અધિકારીઓ પોલીસ અધિકારીની હત્યાના શંકાસ્પદ વ્યક્તિને લઇને પરત ફરી રહ્યાં હતા. તે સમયે આ હુમલો કરવામાં આવ્યો હતો. ઝૈલ-અલ-અસદ શિયા પ્રભુત્વ ધરાવતા ઈરાનમાં બલુચ વંશીય લઘુમતી માટે વધુ અધિકારો અને વધુ સારા જીવનની માંગ કરે છે.

ઈરાની સુરક્ષા દળો અને સુન્ની આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલુ છે

તાજેતરના વર્ષોમાં આ જૂથે સિસ્તાન-બલુચેસ્તાનમાં ઈરાની સુરક્ષા દળો પર અનેક હુમલાઓની જવાબદારી સ્વીકારી છે. અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની સરહદે આવેલા આ વિસ્તારમાં ઈરાની સુરક્ષા દળો અને સુન્ની આતંકવાદીઓ અને ડ્રગ્સ સ્મગલરો વચ્ચે રોજેરોજ સંઘર્ષ થાય છે. ઈરાન અફઘાનિસ્તાનથી પશ્ચિમ અને અન્ય સ્થળોએ માદક દ્રવ્યોનો મુખ્ય માર્ગ છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch