બનાસકાંઠાઃ ફરીયાદીએ કોન્ટ્રાક્ટરનું લાયસન્સ મેળવવા માટે અરજી કરી હતી. જે લાયસન્સ કાઢી આપવાની અવેજ પેટે આક્ષેપિત નિમેષભાઈ જશુભાઈ પટેલ, મદદનીશ અધિક્ષક(હેડ ક્લાર્ક), વર્ગ -3, સિંચાઈ વિભાગ દાંતીવાડા, ડીસા અને ચમનભાઈ નાનજીભાઈ મિસ્ત્રી, પ્રજાજને એક બીજાના મેળાપીપણામાં રહી રૂ.50,000 ની લાંચની માંગણી કરી હતી.
જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોવાથી ફરીયાદીએ એ.સી.બી.પો.સ્ટે.નો સંપર્ક કરીને ફરીયાદ આપી હતી. ફરીયાદ આધારે આજરોજ લાંચના છ્ટકા દરમ્યાન લાંચની રકમ રૂ.50,000 સ્વીકારતા ડીસા સિંચાઈ વિભાગ દાંતીવાડા નહેર કોલોની ડીસા તા.ડીસા,જી. બનાસકાંઠામાં ઝડપાઇ ગયા છે.
ટ્રેપિંગ ટીમ : બી.જે.જોષી, પો.ઇન્સ., બનાસકાંઠા એ.સી.બી. પોસ્ટે પાલનપુર તથા ટીમ













