Fri,20 September 2024,10:53 pm
Print
header

ઇઝરાયલે ભુક્કા કાઢી નાખ્યાં, ગાઝા પટ્ટી આસપાસ 1500 હમાસ આતંકવાદીઓના મૃતદેહો મળ્યાં

ઇઝરાયલે આતંકીઓનો ખાત્મો બોલાવી દીધો

અનેક જગ્યાએ આતંકીઓના ઠેકાણાંઓ પર હુમલા

તેલ અવીવઃ ઇઝરાયેલી સેનાએ કહ્યું છે કે હમાસ વિરુદ્ધના અભિયાનમાં ગાઝાની સંસદ અને નાગરિક મંત્રાલય તેમના નિશાન પર છે. ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. અત્યાર સુધી બંને પક્ષે જાનમાલના નુકસાનની હદ વિશે કોઈ આંકડા જાહેર કરવામાં આવ્યાં નથી, પરંતુ ઇઝરાયેલી સેનાનું કહેવું છે કે ગાઝા પટ્ટીની આસપાસ 1500 હમાસ આતંકવાદીઓના મૃતદેહ મળી આવ્યાં છે.

ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું છે કે ઈઝરાયેલમાં હજુ પણ ઘણા પેલેસ્ટાઈન બંદૂકધારીઓ મોજૂદ છે. ઈઝરાયલે ગાઝામાં 20 થી વધુ ટાર્ગેટ પર હુમલો કર્યો છે. ગાઝા તરફથી પણ ઈઝરાયલ પર રોકેટ હુમલા ચાલુ છે.ઇઝરાયલના સૈન્ય પ્રવક્તા રિચર્ડ હેચટે જણાવ્યું કે ગાઝા પટ્ટીની આસપાસ ઇઝરાયલમાં હમાસના આતંકવાદીઓના લગભગ 1500 મૃતદેહો મળી આવ્યાં છે. જો કે ઘૂસણખોરી હજુ પણ થઈ શકે છે. સેનાએ સરહદની આસપાસના તમામ સમુદાયના લોકોને બહાર કાઢવાનું કામ લગભગ પૂર્ણ કરી લીધું છે.

શનિવારે હમાસે અચાનક હજારો રોકેટ વડે ઈઝરાયેલ પર હુમલો કર્યા પછી હમાસના આતંકવાદીઓ સરહદો તોડીને ઈઝરાયલમાં ઘૂસ્યાં અને લોકો પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. ઘણા લોકોનું અપહરણ પણ કરવામાં આવ્યું છે. જવાબમાં ઇઝરાયલ ગાઝા પટ્ટીમાં હમાસના ઠેકાણાંઓ પર હવાઈ હુમલાઓ કરી રહ્યું છે, જેમાં દરિયાકાંઠાના વિસ્તારમાં અત્યાર સુધીમાં 687 થી વધુ લોકો માર્યાં ગયા છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch