Sat,23 November 2024,1:42 pm
Print
header

હિઝબુલ્લાના ચીફ હસન નસરુલ્લાહ સાથે તેમની પુત્રી ઝૈનબનું પણ ઈઝરાયેલના મિસાઈલ હુમલામાં મોત

Nasrallah Daughter Death: ઈઝરાયેલે શનિવારે વહેલી સવારે બેરુતની દક્ષિણે શક્તિશાળી હવાઈ હુમલો કર્યો. ઈઝરાયેલના હુમલામાં નસરુલ્લાહની પુત્રી ઝૈનબનું પણ મોત થયું છે. ઈઝરાયેલની સેનાએ કહ્યું કે હિઝબુલ્લાના ચીફ હસન નસરુલ્લાહનું પણ મોત થયું છે. તેમની સાથે સેનાએ હિઝબુલ્લાહના વધારાના કમાન્ડર અને ઓપરેટિવનું પણ મોત થયું છે.

દક્ષિણ બેરૂતમાં હિઝબુલ્લાહના ગઢને નિશાન બનાવીને કરવામાં આવેલા હવાઈ હુમલામાં ઝૈનબનું મોત થયું હતું. જો કે, હિઝબુલ્લાહ અથવા લેબનીઝ મીડિયા તરફથી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. ઈઝરાયેલે એવો પણ દાવો કર્યો છે કે લેબનોનમાં હવાઈ હુમલામાં હિઝબુલ્લાહના અનેક કમાન્ડર માર્યા ગયા છે.

IDFએ જણાવ્યું કે ઇઝરાયેલી એર ફોર્સ (IAF) એ હિઝબુલ્લાહના મિસાઇલ યુનિટના કમાન્ડર, આતંકવાદી મોહમ્મદ અલી ઇસ્માઇલ અને આતંકવાદી હુસૈન અહમદ ઇસ્માઇલને દક્ષિણ લેબનોનમાં મોતને ઘાટ ઉતાર્યો હતો.

બેરૂતમાં પ્રત્યક્ષદર્શીઓએ અહેવાલ આપ્યો કે ઇઝરાયલી યુદ્ધ વિમાનો શહેરના દક્ષિણી ઉપનગરો પર ઉડી રહ્યાં હતા અને એક કલાકની અંદર ઘણી વખત દહીહ પર બોમ્બમારો કર્યો હતો.

યુદ્ધવિરામની શક્યતાઓ નકારી કાઢવામાં આવી

સંયુક્ત રાષ્ટ્રમાં નૈતન્યાહુએ લેબનોન સાથે વધતા સંઘર્ષમાં તાત્કાલિક યુદ્ધવિરામની શક્યતાને નકારી કાઢી હતી. ઈરાન તરફથી મળેલી ધમકીઓનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે અમે તેહરાન અથવા તેના પ્રોક્સીઓની ધમકીઓને લઇને પાછળ હટીશું નહીં. તેમણે ઈઝરાયેલની કાર્યવાહીને રાષ્ટ્રીય સુરક્ષા માટે જરૂરી ગણાવી હતી.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch