Fri,20 September 2024,6:53 pm
Print
header

અમેરિકાના વિરોધ બાદ PM બેન્જામિન નેતન્યાહૂના બદલાયા સૂર ! કહ્યું- ઈઝરાયેલ ગાઝા પર કબ્જો કરવા નથી ઈચ્છતું

ગાઝામાં વધુ બાળકો અને નાગરિકો ઇઝરાયેલના હુમલાનો શિકાર બનતા બચી ગયા, IDF એ છેલ્લી ક્ષણે હવાઈ હુમલો રદ કર્યો

તેલ અવીવઃ ઇઝરાયેલ-હમાસ યુદ્ધને 35 દિવસ થયા છે. ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું છે કે તેમનો દેશ ગાઝા પર કબ્જો કરવા, વહીવટ કરવા નથી માંગતો, ગાઝામાં એક વિશ્વસનીય દળની જરૂર પડશે, જે જરૂર પડ્યે આતંકવાદી ખતરાને અટકાવી શકે. એક ઈન્ટરવ્યૂં દરમિયાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે હમાસ સાથે યુદ્ધ ખતમ થયા બાદ ગાઝાની સુરક્ષાની જવાબદારી ઈઝરાયેલ હંમેશા માટે લેશે.

ગાઝામાં બાળકો અને નાગરિકો ઇઝરાયેલના હુમલાનો શિકાર બનતા રહી ગયા, IDF એ છેલ્લી ક્ષણે હવાઈ હુમલો રદ કર્યો

અમેરિકાએ કહ્યું છે કે જો યુદ્ધ બાદ ઈઝરાયેલ ગાઝા પર કબ્જો કરશે તો તે તેનો વિરોધ કરશે. હવે નેતન્યાહુના નિવેદનથી સ્પષ્ટ છે કે અમેરિકાના વિરોધ બાદ ઈઝરાયેલના સૂર પણ બદલાઈ ગયા છે. બીજી તરફ ઈઝરાયેલની સેનાએ માનવતાનું એક મોટું ઉદાહરણ રજૂ કર્યું છે. ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સિસ (IDF)ની એક મિસાઇલ ગાઝામાં એક બિલ્ડિંગ પર પડવાની હતી.પરંતુ IDF એ જોયું કે બાળકો આસપાસ ફરતા હતા.પરિણામે મિસાઇલ વિસ્ફોટ કરી શકે તે પહેલાં IDF એ હવાઈ હુમલો રદ કર્યો. IDF એ X પર આ ઘટના શેર કરી હતી. આમાં IDF એ તેનું એરસ્ટ્રાઈક ઓપરેશન પણ બતાવ્યું છે કે કઈ રીતે ઈઝરાયલી સેનાએ છેલ્લી ઘડીએ એરસ્ટ્રાઈક કેન્સલ કરીને માસૂમ બાળકો અને નિર્દોષ પેલેસ્ટાઈનીઓના જીવ બચાવ્યાં છે.

IDF વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બાળકો અને સામાન્ય નાગરિકો ઈઝરાયેલી સેનાના ટાર્ગેટની નજીક જઈ રહ્યાં છે. પરંતુ IDF એ આ બધું કેમેરા દ્વારા જોયું. આઈડીએફએ ઘણી વખત ટાર્ગેટનું કાળજીપૂર્વક નિરીક્ષણ કર્યાં પછી હવાઈ હુમલો રદ કર્યો. જેથી બાળકો અને સામાન્ય પેલેસ્ટાઈનના જીવ બચી ગયા છે. ઈઝરાયલના આ નિર્ણયની દરેક જગ્યાએ પ્રશંસા થઈ રહી છે.
ઈઝરાયેલની સેનાએ ઉત્તરી ગાઝાને ચારે બાજુથી ઘેરી લીધું છે અને હમાસના આતંકવાદીઓને ખતમ કરી રહી છે. ઇઝરાયેલ આર્મી સિવાય એરફોર્સે પણ હુમલા કરવાનું ચાલુ રાખ્યું છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch