Fri,20 September 2024,11:13 pm
Print
header

PM નેતન્યાહુએ હમાસને ISIS ગણાવ્યું, કહ્યું- ઇઝરાયલે યુદ્ધ હજુ શરૂ નથી કર્યું, પરંતુ તેનો અંત ચોક્કસપણે કરશે

તેલ અવીવઃ હમાસને કડક ચેતવણી આપતા ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે ઈઝરાયલે આ યુદ્ધ શરૂ નથી કર્યું પરંતુ તે તેનો અંત ચોક્કસપણે કરશે.હમાસ સામે જવાબી કાર્યવાહી કરવા ઈઝરાયલે 3 લાખ સૈનિકોને એકત્ર કર્યા છે. 1973 ના યોમ કિપ્પુર યુદ્ધ પછી આ સૌથી મોટી ગતિવિધિ છે, જ્યારે ઇઝરાયલે 4 લાખ અનામત સૈનિકોને બોલાવ્યાં હતા. નેતન્યાહુએ કહ્યું કે ઈઝરાયેલ યુદ્ધમાં છે. અમે આ યુદ્ધ ઇચ્છતા ન હતા. તે અમારા પર અત્યંત ક્રૂર અને અસંસ્કારી રીતે લાદવામાં આવ્યું છે.

હમાસ દ્વારા શનિવારે સવારે અચાનક કરવામાં આવેલા હુમલામાં અત્યાર સુધીમાં 2,300થી વધુ ઈઝરાયેલ ઘાયલ થયા છે અને 700થી વધુ લોકો માર્યાં ગયા છે. હમાસ પર પ્રહાર કરતા પીએમ નેતન્યાહુએ કહ્યું કે આ માટે તેઓએ ભારે કિંમત ચૂકવવી પડશે અને તે લાંબા સમય સુધી યાદ રાખવામાં આવશે. હમાસ સમજી જશે કે અમારા પર હુમલો કરીને તેમણે ઐતિહાસિક ભૂલ કરી છે. અમે તે કિંમત નક્કી કરીશું જે તેઓ અને ઇઝરાયલના અન્ય દુશ્મનો આવનારા દાયકાઓ સુધી યાદ રાખશે. તેમણે બંધક બનેલા લોકો વિશે ચિંતા વ્યક્ત કરી હતી.

નેતન્યાહુએ કહ્યું કે નિર્દોષ ઇઝરાયલીઓ વિરુદ્ધ હમાસ દ્વારા કરવામાં આવેલા ક્રૂર હુમલા આઘાતજનક છે. પરિવારોને તેમના ઘરોમાં ઘૂસીને મારવા, આઉટડોર ફેસ્ટિવલમાં યુવાનોની હત્યા અને ઘણી સ્ત્રીઓ, બાળકો અને વૃદ્ધોનું અપહરણ કરાયું છે. હમાસના આતંકવાદીઓએ બાળકોને બાંધી, સળગાવી અને મારી નાખ્યાં છે. તેઓ અસંસ્કારી છે. હમાસને ISIS જેવો ગણાવતા તેમણે સંસ્કૃતિના દળોને હમાસ સામે એક થવા અને તેને હરાવવાની અપીલ કરી છે. હમાસ ISIS જેવું છે. જેમ સંસ્કૃતિના દળો ISISને હરાવવા માટે એક થાય તેવી જ રીતે સંસ્કૃતિના દળોએ હમાસને હરાવવા માટે ઇઝરાયેલનું સમર્થન કરવું જોઈએ.

નેતન્યાહુએ કહ્યું કે 'હમાસ સામે લડીને, ઇઝરાયલ માત્ર પોતાના લોકો માટે જ લડી રહ્યું નથી, તે બર્બરતા સામે ઊભેલા દરેક દેશ માટે લડી રહ્યું છે. ઇઝરાયેલ આ યુદ્ધ જીતશે અને જ્યારે ઇઝરાયેલ જીતશે, ત્યારે સમગ્ર વિશ્વ જીતશે. ઇઝરાયલની સેના હમાસ પર પહેલા કરતા વધુ તાકાતથી હુમલો કરી રહી છે. બીજી તરફ હમાસે કહ્યું કે જો ઈઝરાયેલ ગાઝામાં લોકોને નિશાન બનાવશે તો નાગરિક બંધકોને ચેતવણી આપ્યાં વિના મારી નાખવામાં આવશે અને હત્યાઓનું પ્રસારણ કરવામાં આવશે. હમાસનો દાવો છે કે તેણે ઈઝરાયલના સૈન્ય અધિકારીઓ સહિત 100થી વધુ લોકોને બંધક બનાવ્યાં છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch