Fri,15 November 2024,10:14 am
Print
header

ઈસરોએ LVM-3 કર્યું લોન્ચ, 36 સેટેલાઈટ સાથે સૌથી વજનદાર રોકેટે ભરી ઉડાન

આંધ્રપ્રદેશઃ ઈસરોએ આજે પોતાનું સૌથી વજનદાર રોકેટ એલવીએમ-3 લોન્ચ કર્યું છે. યુકેની કંપની વનવેબના 36 બ્રોડબેન્ડ સેટેલાઈટને લઈને આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી આ રોકેટે ઉડાન ભરી હતી. ઇસરોનું લક્ષ્ય વિશ્વને વધુ સારી કનેક્ટિવિટી પ્રદાન કરવાનું છે. યુકે સ્થિત નેટવર્ક એક્સેસ એસોસિએટ્સ લિમિટેડે 72 ઉપગ્રહોને પૃથ્વીની નીચી ભ્રમણકક્ષામાં સ્થાપિત કરવા માટે ઇસરોની કમર્શિયલ બ્રાંચ ન્યૂસ્પેસ ઇન્ડિયા લિમિટેડ સાથે કરાર કર્યો છે.

વનવેબ માટે પ્રથમ 36 ઉપગ્રહો 23 ઓક્ટોબર, 2022 ના રોજ લોન્ચ કરવામાં આવ્યાં હતા. ઇસરોએ નોટિફિકેશનમાં કહ્યું હતું કે એલવીએમ-એમ-3 વનવેબ ઇન્ડિયા-2 મિશનનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. ઇસરો માટે 2023 નું આ બીજું લોન્ચિગ છે. વનવેબે કહ્યું કે 18મું લોન્ચિંગ પૂર્ણ થઈ ગયું છે. વધુ 36 ઉપગ્રહોના લોન્ચ સાથે પૃથ્વીની ભ્રમણ કક્ષામાં સ્થાપિત આપણા ઉપગ્રહોની સંખ્યા 616 થઈ જશે. આ વર્ષે વૈશ્વિક સેવા શરૂ કરવા માટે આ પૂરતું છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch