Sat,21 September 2024,3:10 am
Print
header

ચંદ્રયાન-3ને વિદાય કરનારા ઈસરોના વૈજ્ઞાનિકનું હાર્ટએટેકથી નિધન- Gujarat Post

શ્રીહરિકોટાઃ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન અને દેશના લોકો માટે એક માઠા સમાચાર છે. ઈસરોના એક વૈજ્ઞાનિક હવે આપણી વચ્ચે રહ્યાં નથી. ભારતના મૂન મિશન એટલે કે ચંદ્રયાન-3ના કાઉન્ટડાઉનની ગણતરી કરતો અવાજ કાયમ માટે શાંત પડી ગયો છે. હાર્ટ એટેકના કારણે વૈજ્ઞાનિક વલારમથીનું અવસાન થયું છે,ચંદ્રયાન-3 મિશન લોન્ચ વખતે પોતાના અનોખા અવાજમાં ઘોષણાઓ કરનાર વલરામથીએ રવિવારે સાંજે દુનિયાને અલવિદા કહ્યું હતુ. તેમના નિધનથી ઈસરોના વૈજ્ઞાનિકોમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે.

તમિલનાડુના અરિયાલુરના રહેવાસી વલરામથીનું રવિવારે સાંજે નિધન થયું હતું. રાજધાની ચેન્નાઈમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ચંદ્રયાન 3, જે આ વર્ષે 23 ઓગસ્ટે ચંદ્રના ઉત્તર ધ્રુવ પર ઉતર્યું હતું, તેને 14 જુલાઈએ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યું હતું. પ્રક્ષેપણ માટે કાઉન્ટડાઉન વલરામથી દ્વારા અવાજ આપવામાં આવ્યો હતો.

ઈસરોના ભૂતપૂર્વ વૈજ્ઞાનિક ડૉ. પી.વી. વેંકટકૃષ્ણએ વલરામથીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. શ્રીહરિકોટાથી ઈસરોના ભાવિ મિશનના કાઉન્ટડાઉન માટે હવે વલરામથીનો અવાજ સંભળાશે નહીં, એમ તેમણે જણાવ્યું હતું. ચંદ્રયાન-3 તેનું છેલ્લું કાઉન્ટડાઉન હતું. તેમણે કહ્યું કે વાલર્મથીના નિધનના સમાચારથી તેઓ ખૂબ જ દુઃખી છે. સાથે જ લોકો સોશિયલ મીડિયા પર પણ પોતાનું દુઃખ વ્યક્ત કરી રહ્યાં છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch