Fri,01 November 2024,3:00 pm
Print
header

ઇસુદાન ગઢવી ગુજરાતમાં આપનો સીએમ પદનો ચહેરો, અરવિંદ કેજરીવાલે કરી જાહેરાત- Gujarat Post News

અમદાવાદઃ આમ આદમી પાર્ટીએ ગુજરાત ચૂંટણી પહેલા પોતાના સીએમ પદના ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે. ગુજરાતમાં ઇસુદાન ગઢવીને સીએમ પદના ઉમેદવાર બનાવવાની અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી છે. અગાઉ આમ આદમી પાર્ટી(AAP)એ જાહેરાત કરી હતી કે ગુજરાતમાં AAPના મુખ્યમંત્રી પદનો ચહેરો 4 નવેમ્બરે જાહેર કરશે. આ માટે આમ આદમી પાર્ટીએ ઈમેલ અને મેસેજથી લોકો પાસેથી અભિપ્રાય મંગાવ્યા હતા. 16.48 લાખ લોકોએ મત આપ્યાં હતા, જેમાં ઈસુદાન ગઢવીને 73 ટકા મત મળ્યાં છે.

ચૂંટણી પંચે ગઈકાલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી હતી. 182 બેઠકો પર વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કો 1 ડિસેમ્બરે અને બીજા તબક્કા માટે 5 ડિસેમ્બરે મતદાન થશે, 8 ડિસેમ્બર પરિણામો જાહેર થશે.

કોણ છે ઇસુદાન ગઢવી ?

ઈસુદાન ગઢવીનો જન્મ 10 જાન્યુઆરી 1982ના રોજ જામનગર જિલ્લાના પીપળિયા ગામમાં થયો હતો. તેમના પિતા ખેરાજભાઈ ખેડૂત છે, ઇસુદાન ગઢવી પૂર્વ પત્રકાર અને ગુજરાતના લોકપ્રિય ટીવી એન્કર હતા. તેઓ જૂન 2021 માં આપમાં જોડાયા હતા. ઇસુદાન ગઢવી હાલ આપના રાષ્ટ્રીય સંયુક્ત મહામંત્રી છે અને પક્ષની રાષ્ટ્રીય કારોબારીના સભ્ય પણ છે.

ઈસુદાન ગઢવીએ કર્યું ટ્વીટ 

સીએમ ચહેરો જાહેર થયા બાદ ઇસુદાન ગઢવીએ ટ્વીટ કર્યું છે. તેમણે પાર્ટી અને અરવિંદ કેજરીવાલનો આભાર માન્યો છે. "મારા જેવા સામાન્ય માણસને આટલી મોટી જવાબદારી સોંપવા બદલ આમ આદમી પાર્ટી, અરવિંદ કેજરીવાલજીનો દિલથી આભાર માનું છું.

ttps://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch