Mon,18 November 2024,8:27 am
Print
header

IT ના દરોડામાં રૂ.1000 કરોડનું કાળુનાણું ઝડપાયું, હજુ આંકડો વધવાની શક્યતા

પ્રતિકાત્મક ફોટો

તમિલનાડુઃ દેશમાં બ્લેકમની બહાર લાવવા ઇન્કમટેક્સ વિભાગ સક્રિય છે હવે તમિલનાડુ સહિત 27 સ્થળોએ પાડવામાં આવેલા દરોડામાં અંદાજે 1000 કરોડ રૂપિયાનું કાળુ નાણું ઝડપી લેવામાં આવ્યું છે, દક્ષિણ ભારતના મોટા જ્વેલર્સ અને ફાઇનાન્સરના ત્યારે દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે.

આઇટીની જુદી જુદી ટીમો દ્વારા મુંબઇ, ચેન્નાઇ, કોઇમ્બતુર, મદુરાઇ, જયપુર અને ઇંદોરમાં  દરોડાની કાર્યવાહી કરી છે. આ કંપનીઓમાંથી 1 કરોડ 20 લાખ જેટલી રોકડ જપ્ત કરાઇ છે. આઇટીના એક અધિકારીએ જણાવ્યું છે કે હજુ ટેક્સચોરીનો આંકડો વધવાની શક્યતા છે અને અનેક કંપનીઓમાં આ કેસની તપાસ ચાલી રહી છે. જ્વેલર્સે કેટલીક ખોટી કંપનીઓ પણ બનાવી હતી જેના પરથી આ ટેક્સચોરી ઝડપી લેવામાં આવી છે. અનેક જગ્યાઓએ આ રૂપિયામાંથી પ્રોપર્ટીઓ ખરીદવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch