Sat,16 November 2024,7:54 pm
Print
header

કાનપુરમાં ITના દરોડામાં વેપારી પાસેથી મળ્યાં રૂ.175 કરોડ રોકડા, રૂપિયા ગણવાના મશીન મંગાવવા પડ્યા- Gujarat Post

કાનપુરઃ વેપારી પિયુષ જૈનને ત્યાં દરોડા પાડતા રૂપિયા 175 કરોડની રોકડ જપ્ત થઈ છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેકટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (સીબીઆઈસી)ના ચેરમેન વિવેક જોહરીએ જણાવ્યું કે સીબીઆઈસી ના ઈતિહાસમાં આ અત્યાર સુધીની સૌથી મોટી રોકડ રકમની જપ્તી છે. આવકવેરા ખાતાની ઈન્ટેલીજન્સ વિંગના અધિકારીઓએ કાનપુર અને કનૌજ ખાતે વધુ તપાસ કરતા આ મોટી કરચોરીનો પર્દાફાશ થયો હતો. દરોડાની વિગતો આપતા વિવેક જોહરીએ જણાવ્યું કે ડીજીજીઆઈના અમદાવાદ યુનિટને માહિતી મળી કે પાન મસાલા અને જી કંપની ત્રિમૂર્તિ ફ્રેગરન્સ, બ્રાન્ડેડ ગુટકાના ઉત્પાદકો, કોઈપણ ઈન્વોઈસ વિના અને ટેક્સ ચુકવ્યાં વિના માલ મોકલી રહ્યાં છે. જેને આધારે આઇટી સહિતની એજન્સીઓને આ જાણ કરાઇ હતી.

છાપામારી દરમિયાન કરોડો રૂપિયા મળી આવ્યાં છે. રોકડાના બંડલ કાગળના કવરોમાં લપેટાયેલા હતા. દરેક કવરમાં આવા 30 બંડલ હતા.રોકડ રકમની ગણતરી માટે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (કાનપુર)ના અધિકારીઓની સહાય લેવામાં આવી હતી.

પિયુષ જૈને એક મહિના અગાઉ સમાજવાદી અત્તરની લોન્ચિંગ લખનઉમાં કરી હતી. આ લોન્ચિંગ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ હસ્તક થઈ હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે 2022ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને 22 ફુલોથી અત્તર બનાવવામાં આવ્યું હતું.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch