Sat,16 November 2024,10:00 am
Print
header

અમદાવાદમાં તમાકુ, ગુટખાના ઉત્પાદક બાગબાન ગ્રુપ પર ITના દરોડા- Gujarat post

અમદાવાદઃ બાગબાન ગ્રુપ સહિત 30 જેટલા સ્થળોએ આવકવેરા વિભાગે મેગા ઓપરેશન હાથ ધર્યું છે.સવારે અમદાવાદના નામાંકિત તમાકુના ઉત્પાદક બાગબાન કંપની, તેની સાથે સંકળાયેલા ભાગીદારોને ત્યાં દરોડા પાડવામાં આવ્યાં છે. બાગબાન ગ્રુપના ત્રણ ભાઈઓ કૌશિક મજીઠીયા, રાજુ મજીઠીયા અને તેજસ મજીઠીયાને ત્યાં આઇટીની ટીમો ત્રાટકી છે. 

આ ગ્રુપનું બોડકદેવમાં ઊર્મિન બંગલો અને સિંધુભવન રોડ પર ઊર્મિન હાઉસ છે. ચાંગોદર ઈન્ડસ્ટ્રીયલ એરીયામાં તંબાકુ અને નમકીનની ફેક્ટરી આવેલી છે. અમદાવાદ ખાતે ચાલી રહેલા આ ઓપરેશનમાં રાજકોટ આઇટીની ટીમ પણ જોડાઇ છે. તપાસમાં લગભગ 100 જેટલા અધિકારીઓ જોડાયા છે. આ દરોડામાં કરોડો રૂપિયાની ટેક્સ ચોરી સામે આવી શકે છે.

આવકવેરા વિભાગે ગત ફેબ્રુઆરી મહિનામાં અમદાવાદ અને વડોદરાના બિલ્ડર ગ્રુપ પર દરોડા પાડીને કરોડો રૂપિયાની કરચોરી ઝડપી પાડી હતી.માર્ચ મહિનો નજીક આવતાની સાથે જ આવકવેરા વિભાગના દરોડાની કામગીરી વેગ પકડી રહી છે. ફેબ્રુઆરી મહિનામાં બિલ્ડર ગ્રુપ સહિત 100 જેટલા સ્થળો પર ઈન્કમટેક્સ વિભાગે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ફેબ્રુઆરીમાં અમદાવાદમાં બિલ્ડર ગ્રુપના ટોચના ગણાતા શિવાલિક, શિલ્પ, શારદા બિલ્ડર ગ્રુપ પર દરોડા પાડવામાં આવ્યાં હતા. હજુ અનેક બિલ્ડરો અને તમાકુના વેપારીઓ આઇટીના નિશાને છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch