Thu,14 November 2024,12:43 pm
Print
header

જૈન સાધુની હત્યા બાદ 9 ટુકડા કરીને બોરવેલમાં ફેંકી દીધા, જૈન સમાજના લોકોમાં ભારે રોષ

કર્ણાટકઃ નંદી પર્વત આશ્રમમાંથી એક જૈન સાધુનું અપહરણ કર્યા બાદ તેમના શરીરના 9 ટુકડા કરીને નાખી દીધા હતા. આ બનાવ પછી ઉત્તર પ્રદેશના બાગપતમાં ગુસ્સે ભરાયેલા જૈન સમુદાયે રાત્રે ટોર્ચલાઇટ સરઘસ કાઢ્યું હતું અને સરકાર પાસે આરોપીઓને ફાંસી આપવા, હત્યાકાંડની સીબીઆઈ તપાસ કરાવવા અને સંતોને સુરક્ષા આપવાની માંગ કરી હતી.

5 જુલાઈની રાત્રે કર્ણાટકના બેલગવી જિલ્લાના ચિકોડી પોલીસ સ્ટેશનના હિરકોડી ગામમાં સ્થિત નંદી પર્વત આશ્રમમાં ચાતુર્માસ કરી રહેલા જૈન સંત આચાર્ય કમકુમાર નંદી મહારાજનું બે આરોપીઓએ અપહરણ કરીને હત્યા કરી હતી. હત્યા બાદ જૈન મુનિનો મૃતદેહ એક બોરવેલમાંથી અનેક ટુકડાઓમાં મળી આવ્યો હતો. આ ઘૃણાસ્પદ ઘટનાને લઈને જૈન સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સોમવારે જૈન સમાજના લોકોએ એસડીએમને વડાપ્રધાનને સંબોધિત આવેદનપત્ર આપ્યું હતું. બુધવારે છોટાબજાર સ્થિત શાંતિનાથ દિગંબર જૈન મંદિરમાં સભા યોજાઈ હતી અને ઘટનાનો વિરોધ કર્યો હતો. આ પછી મહિલાઓ અને પુરુષોએ બડા જૈન મંદિરથી શરૂ થઈ ગાંધી પિયાળ, માનબજાર, જૈન કોલેજ થઈને મંદિર સુધી મશાલ યાત્રા કાઢી હતી.

ટોર્ચલાઇટ સરઘસમાં અન્ય સમૂદાયના લોકો ભાગ લીધો હતો

જૈન સમાજના લોકોએ સરકાર પાસે આરોપીઓને ફાંસી, હત્યા કેસની તપાસ સીબીઆઇ એજન્સી દ્વારા કરાવવા અને સંતોને સુરક્ષા આપવાની માંગણી કરી છે. આ મશાલ શોભાયાત્રામાં જૈન સમાજની સાથે અન્ય સમાજના લોકો પણ જોડાયા હતા.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch