Fri,15 November 2024,3:15 pm
Print
header

એક જ ઘરમાંથી 8 લોકોની ઉઠી અર્થી, 4 વર્ષના માસૂમે આંખમાં આંસુ સાથે આપી મુખાગ્નિ

જયપુરઃ નવા વર્ષની ઉજવણીમાં ડૂબેલા રાજસ્થાનમાં જ્યારે પ્રકાશનું કિરણ ઉગ્યું ત્યારે એક ભયાનક માર્ગ અકસ્માતે બે પરિવારોના 12 સભ્યોને કાયમ માટે ખામોશ કરી નાખ્યાં હતા. જયપુરના સમોદનો રહેવાસી આ પરિવાર કુળદેવીને નવા જીવન અને સમૃદ્ધિની પ્રાર્થના કરીને નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ઘરે પરત ફરી રહ્યો હતો. અધવચ્ચે જ તેમની ઇચ્છાઓનું બંધન તૂટી ગયું અને બે ભાઈઓનો આખા પરિવાર વેરવિખેર થઇ ગયો. અકસ્માતમાં મૃત્યું પામેલા 12 લોકોમાં એક જ પરિવારના 8 સભ્યોના મોતથી ગામમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. મૃતકોના અન્ય પરિવારજનો અંતિમવિધીમાં પહોંચ્યાં હતા, અહીના દ્રશ્યો ભલભલાને રડાવી દે તેવા હતા.

કૈલાશચંદ અને સુવાલાલનો પરિવાર એક જાન્યુઆરીએ કુળદેવીના દર્શન કરીને પોતાની નવી કારમાં ઘરે પરત ફરી રહ્યો હતો, ત્યારે સીકરના ખંડેલા પલસાણા રોડ પર તેમની કારે પહેલા બાઇકને ટક્કર મારી હતી,ત્યારબાદ ટ્રક સાથે અથડાઇ હતી, કૈલાશચંદના બે પુત્રો વિજય અને અજય, પુત્રી રેખા, વિજયના પત્ની રાધા, સુવાલાલની બે પુત્રવધૂ પૂનમ અને અનુરાધા, પૌત્ર આરવ અને પૌત્રી નિક્કુ તેમજ પાડોશી અરવિંદનું અકાળે અવસાન થયું છે.ભયાનક અકસ્માત બાદ સોમવારે જ્યારે તમામ મૃતદેહો એક સાથે ગામમાં પહોંચ્યા તો ગામમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.ગામ આખું શોકમાં ડૂબી ગયું હતું. 

ઘરના આંગણમાં કફનમાં વીંટળાયેલી લાશોનું હૃદયદ્રાવક દ્રશ્ય જોઇને કઠોર હૃદયની વ્યક્તિ પણ ગમગીન બની ગઇ હતી. ગામમાં એક સાથે 8 અર્થી નીકળતા અરેરાટી વ્યાપી ગઇ હતી. અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાયા હતા, તેમની આંખોમાં આંસુ હતા અને દરેકની જીભ પર એક શબ્દ હતો...હે રામ !  જ્યારે 4 વર્ષના ઋષભે એક જ ચિતા પર 8 લોકોને મુખાગ્નિ આપતા બધા જોર જોરથી રડી પડ્યા હતા, 8 લોકોની એક જ ચિતાનો ધુમાડો જોઇને એવું લાગતું હતું કે સ્મશાન પણ રડી રહ્યું હોય.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch