Fri,15 November 2024,3:11 pm
Print
header

જયપુરમાં યુવકે કાકીની કરી નાખી હત્યા, લાશના 10 ટુકડા કરીને જંગલમાં ફેંકી દીધા- Gujarat Post

જયપુરઃ શ્રદ્ધા વોકર હત્યા કેસની જેમ જ જયપુરમાં પણ ભયાનક હત્યાનો મામલો સામે આવ્યો છે. ભત્રીજાએ તેની 64 વર્ષીય વિધવા કાકીની ઘાતકી હત્યા કરીને તેના શરીરના 10 ટુકડા કરીને જંગલમાં ફેંકી દીધા હતા.પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.પોલીસનું કહેવું છે કે આરોપી ભણેલો છે અને મનોરોગી લાગે છે. યુવકે પોતાની કાકીના માથા પર હથોડાથી હુમલો કરીને તેની હત્યા કરી હતી. આ પછી તેણે કટરથી શરીરના 10 ટુકડા કરીને જંગલમાં જુદી જુદી જગ્યાએ ફેંકી દીધા હતા.

32 વર્ષીય અનુજ શર્માએ 64 વર્ષીય વિધવા કાકીની હત્યા કરી હતી. જ્યારે તે ચા બનાવતા હતા, ત્યારે તેણે તેમના માથા પર માર માર્યો હતો. હત્યા બાદ તેમની લાશના 10 ટુકડા કર્યા હતા. તેણે તે ટુકડા ડોલ અને સુટકેસમાં ભરીને જંગલમાં ફેંકી દીધા.

જયપુરના પોલીસ કમિશનરના જણાવ્યાં અનુસાર તેણે પહેલા ગુમ થયેલી વ્યક્તિનો રિપોર્ટ નોંધાવ્યો હતો,પરંતુ તેના નિવેદનો મેળ ખાતા ન હતા. પછી અમને રસોડામાં લોહી મળ્યું હતુ. નજીકના સીસીટીવીમાં તે સૂટકેસ અને ડોલ લઇને જતો જોવા મળ્યો હતો. અનુજ પોતાની 64 વર્ષીય કાકી સાથે એકલો રહેતો હતો. પરિવારના બાકીના સભ્યો દૂર હતા. કાકીએ તેને દિલ્હી જતા રોક્યો તો તેને તેમના પર હુમલો કર્યો હતો. કાકીના શરીરના 10 ટુકડા કરી નાખવાનો તેને કોઈ અફસોસ નથી. 

પોલીસને લાશના ટુકડા મળી આવ્યાં છે.આરોપી યુવકની પૂછપરછને આધારે અધિકારીએ જણાવ્યું કે, તેની કાકીની હત્યા કર્યા બાદ તેના શરીરના ટુકડા કરીને તેનો નિકાલ કરવાનો વિચાર તેના મગજમાં તાજેતરમાં દિલ્હીમાં થયેલી શ્રદ્ધા વોકરની હત્યાને કારણે આવ્યો હતો. યુવકનું કહેવું છે કે તે પોતાની કાકીની મગજમારીથી નારાજ હતો.

ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસે જણાવ્યું કે 11 ડિસેમ્બરે શહેરના વિદ્યાધર નગર પોલીસ સ્ટેશનમાં ગુમ થયેલી વ્યક્તિનો અહેવાલ નોંધવામાં આવ્યો હતો. અનુજ શર્મા ઉર્ફે અચિંત્યા ગોવિંદ દાસે ફરિયાદ નોંધાવી હતી કે, તેની કાકી સરોજ શર્મા (65) બપોરે 2-3 વાગ્યે ઘરેથી નીકળી ગયા હતી, જે હજુ ઘરે પરત ફરી નથી. આ મહિલા કેન્સરથી પીડિત હતા.

તપાસ દરમિયાન પોલીસને યુવક પર શંકા ગઇ હતી. સરોજ શર્માની પુત્રીઓને બોલાવવામાં આવી હતી અને તેના ફ્લેટની તપાસ કરવામાં આવી હતી. જ્યારે કેસ શંકાસ્પદ લાગ્યો તો અનુજ શર્માની તલાશી લેવામાં આવી તો જાણવા મળ્યું કે તે ગુમ થયાની ફરિયાદ દાખલ કર્યા બાદ 13 ડિસેમ્બરે હરિદ્વાર અને દિલ્હી ગયો હતો. પોલીસને જાણ થઈ કે અનુજ તેના પરિવારના સભ્યો સાથે દિલ્હીથી જયપુર આવી રહ્યો છે.રૂટ લોકેશનના આધારે પોલીસે તેને પકડી લીધો હતો.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch