રાજસ્થાનઃ જયપુરના બજાજનગર વિસ્તારમાં લૂંટની ઘટના સામે આવી છે. જ્યાં ઘરેલુ નોકરે તેના 2 સાથીઓ સાથે મળીને એક વૃદ્ધ મહિલાને ખુરશીમાં બાંધીને દાગી-રૂપિયા લઈ રફૂચક્કર થઈ ગયા છે. 65 વર્ષના કુસુમ શર્મા વિવેક વિહાર કોલોનીમાં એકલા રહે છે. તેમના બે દિકરાઓમાં એક દિકરો આશિષ દુબઈ અને બીજો દિકરો અજય અમેરિકામાં રહે છે.આ ઘટના બન્યાં બાદ પોતાની જાતને છોડાવી હતી અને પડોશીને આ ઘટનાની જાણ કરી હતી.
કુસુમબેને ભાવેશ નામના યુવકને 2 દિવસ પહેલાં જ ઘરેલુ નોકર તરીકે રાખ્યો હતો. તે રાત્રે પોતાના સાથીઓ સાથે આવ્યો અને કુસુમ શર્માને બેડરૂમમાં બંધક બનાવી દીધા હતા. નોકર અલમારી અને તિજોરીની ચાવી લીધી. તેમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ લૂટીને ભાગી ગયા હતા. મહિલાએ એક કલાક બાદ પોતાની જાતને દોરડાથી છોડાવી હતી.
કુસુમ શર્મા રાત્રે આશરે 10 વાગ્યે બેડરૂમમાં ખુરશીમાં બેઠા હતા. ત્યારબાદ નોકર ભાવેશ આવ્યો અને તેમની આંખો પર કપડાની પટ્ટી બાંધી દીધી હતી.તેના એક સાથીએ બન્ને હાથ પકડી લીધા હતા અને ધમકાવીને કહ્યું કે જો વધારે અવાજ કર્યો તો હાથમાં ચાકુ છે ગર્દન કાપી નાંખશું. લૂંટારૂઓએ તેમના હાથ પગ ખુરશી સાથે બાંધી દીધા હતા મોઢું કપડાથી બંધ કરી દીધું હતું. તેઓ લૂંટારુઓને રોકવા જતા કુસુમ શર્માને કંઈક સુંઘાડી દીધું હતું. પણ તેઓએ બેભાન થઈ ગયા હોવાનું નાટક કર્યું હતુ લૂંટારુઓને લાગ્યું કે તે બેભાન થઈ ગયા છે.
નોકરોએ તેમની પાસે રાખેલી ચાવીઓ ઉઠાવી, અલમારી અને તિજોરીમાં રાખેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ લઈને ભાગી ગયા. લૂંટારુઓ ભાગી ગયા પછી ગમે તેમ કરીને કુસુમ શર્માએ પોતાની જાતને છોડાવી અને બહાર જઈને પડોશીઓને આ અંગે જાણ કરી હતી. પડોશીએ પોલીસને જાણ કરી હતી.પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે નોકર ભાવેશ 2 દિવસ પહેલા કામ પર લાગ્યો હતો.અગાઉ હનુમાન નામનો યુવક છેલ્લા દોઢ વર્ષથી મહિલાને ત્યાં કામ કરતો હતો. હનુમાન બિહારનો રહેવાસી છે અને દિલ્હીની એક કંપની મારફતે કામ પર લાગ્યો હતો. હનુમાને ત્રણ-ચાર દિવસ અગાઉ ગામડે જવાની વાત કહી હતી. ત્યારે કુસુમ શર્માએ તેને નહીં જવા કહ્યું હતું. હનુમાને ભાવેશને કામ પર લગાવવાની વાત કહી હતી. તે કંપનીએ ભાવેશને મોકલ્યો હતો પોલીસ કંપની મારફતે લૂંટારુઓની શોધખોળ કરી રહી છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
ગોધરાકાંડને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષો પછી કોઇ વાત કરી, ધ સાબરમ રિપોર્ટ ફિલ્મનો વીડિયો શેર કરીને કહ્યું સત્ય સામે આવે જ છે | 2024-11-17 18:08:23
સુરતઃ જમાઈને ફસાવવા માટે સસરાએ રચ્યું ખતરનાક કાવતરું, ભાજપ, આરએસએસને જડમૂળથી ઉખેડી નાખવાની પત્રિકા કરી વાયરલ | 2024-11-17 17:43:24
દિલ્હીમાં આપને મોટો ઝટકો, મંત્રી કૈલાશ ગહલોતે કેજરીવાલને પત્ર મોકલીને છોડી પાર્ટી- gujaratpost | 2024-11-17 13:51:57
Accident: ત્રણ લોકોનાં મોત, જામનગર-રાજકોટ હાઈવે પર જાયવા નજીક મોપેડ અને બોલેરો વચ્ચે અકસ્માત | 2024-11-17 13:48:27
સુરતમાં ઉદ્યોગપતિ મહેશ સવાણીના નામની નકલી ચિઠ્ઠી બનાવીને રૂ. 5.61 કરોડ ખંખેરી લીધા, ક્રાઇમ બ્રાન્ચમા ગુનો દાખલ | 2024-11-17 13:44:01
મણિપુર: જીરીબામમાં ત્રણ મૃતદેહો મળ્યાં બાદ અંધાધૂંધી ફાયરિંગ, ટોળાએ મંત્રીઓ અને ધારાસભ્યોના નિવાસસ્થાનો પર કર્યો હુમલો | 2024-11-16 20:23:19
ઝાંસી અગ્નિકાંડમાં મોટો ખુલાસોઃ આગ પર કાબૂ લેવાના સિલિન્ડર થઈ ગયા હતા એક્સપાયર- Gujarat Post | 2024-11-16 13:03:16
શું બાબા સિદ્દીકી કેસનો માસ્ટરમાઈન્ડ શ્રદ્ધા વૉકરની હત્યાનો બદલો લેવા માંગતો હતો ? Gujarat Post | 2024-11-16 12:18:22
નાઈજીરિયા પહોંચ્યાં પીએમ મોદી, એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું | 2024-11-17 09:06:39
NRI દીપક પટેલની ભાગીદારે જ કરી હત્યા, નફાની વહેંચણીને લઈને થઇ હતી રકઝક- Gujaratpost News | 2024-11-16 19:47:58