Mon,18 November 2024,8:28 am
Print
header

Big news- આતંકવાદીઓના નિશાને અંબાણી પરિવાર ! ષડયંત્રની જૈશ-ઉલ-હિંદે લીધી જવાબદારી

મુંબઇઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણી અને તેમના પરિવારને આતંકી સંગઠનથી મોટો ખતરો હોવાનું સામે આવ્યું છે તેમના નિવાસસ્થાન એન્ટાલિયા બહારથી મળેલી કારમાં વિસ્ફોટકો (જિલેટિન) મળી આવ્યાં હતા એક ચિઠ્ઠીમાં અંબાણી પરિવારને કહેવામાં આવ્યું હતુ કે આ તો ટ્રેલર છે આગળ જુઓ શું થાય છે. આ ઘટના બાદ એટીએસ અને મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી દીધી છે અને હવે આતંકી સંગઠન જૈલ-ઉલ-હિંદે આ ષડયંત્રની જવાબદારી લીધી છે. આ સંગઠને દિલ્હીમાં ઈઝરાયલ એમ્બેસી પાસેના બ્લાસ્ટની જવાબદારી પણ લીધી હતી. જો કે હજુ પોલીસે આ મામલે કોઇ સ્પષ્ટતા કરી નથી. 

મુકેશ અંબાણીને Z+ સુરક્ષા મળેલી છે અને સરકારે તેમના પરિવારને પણ સુરક્ષા આપેલી છે. હવે આતંકીઓના નિશાને અંબાણી પરિવાર હોવાનું સામે આવતા તેમની સુરક્ષા વધારી દેવામાં આવી છે મહારાષ્ટ્ર સરકારે પણ વિસ્ફોટકો મળવાની ઘટના પછી તપાસના આદેશ આપી દીધા છે. નોંધનિય છે કે અંબાણી પરિવાર પીએમ નરેન્દ્ર મોદીના નજીકનો ગણાય છે ખેડૂત આંદોલનમાં પણ અંબાણીની સામે વિરોધ થયો હતો.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch