વડોદરાઃ જાંબુઆ નદી પર આવેલા બ્રિજ પર ટ્રકે મોપેડને ટક્કર મારતાં દાદા અને પુત્રનું અકસ્માતમાં મોત થયું છે. દાદાનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જ્યારે 6 વર્ષના પૌત્રને એસએસજી હોસ્પિટલમાં ખસેડાતાં ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું. બન્ને શિનોરના મીઢોળ ગામેથી મારેઠા પાછા આવતા આ અકસ્માત થયો હતો.આ ઘટનાની જાણ થતા પોલીસ સ્થળ પર આવીને તપાસ હાથ ધરી હતી.
મારેઠા ગામમાં રહેતા ઠાકોરભાઈ ખોડાભાઈ પાટણવાડિયા (ઉ.વ 60) ખેતીકામ કરતા હતા. શનિવારે તેઓ તેમના પૌત્ર શિવમ (ઉ.વ 6) ને લઈને શિનોરના ગામે તેમની દીકરીના ઘરે ગયા હતા અને સવારે પાછા ફરતા જાંબુઆ નદીના બ્રિજ પર પાછળથી પૂરઝડપે આવતી ટ્રકે ઠાકોરભાઈના મોપેડને ટક્કર મારતાં દાદા અને પૌત્ર શિવમ બન્ને રોડ પર પટકાતા ઠાકોરભાઈનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું, જ્યારે પૌત્ર શિવમને માથામાં ગંભીર ઈજા પહોંચતાં તેને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખસેડાયા બાદ મોત થયું હતું. ઘટનાની જાણ થતાં મારેઠા ગામના લોકો સ્થળ પર દોડી આવ્યા હતા. મકરપુરા પોલીસ ઘટના સ્થળ પર આવીને તપાસ શરૂ કરી હતી.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો
મણિપુર: જીરીબામમાં ત્રણ મૃતદેહો મળ્યા બાદ અંધાધૂંધી ફાયરિંગ, ટોળાએ મંત્રીઓ અને ધારાસભ્યના નિવાસસ્થાનો પર કર્યો હુમલો | 2024-11-16 20:23:19
NRI દીપકભાઈ પટેલની ધંધામાં પાર્ટનરે જ કરી હતી હત્યા, નફાની વહેંચણીને લઈ હતી રકઝક- Gujaratpost News | 2024-11-16 19:47:58
ઝાંસી અગ્નિકાંડમાં મોટો ખુલાસોઃ આગ પર કાબૂ લેવાના સિલિન્ડર થઈ ગયા હતા એક્સપાયર- Gujarat Post | 2024-11-16 13:03:16
વૌઠાના મેળામાં પોલીસે ડ્રગ્સ અને ઓનલાઇન ફ્રોડ મામલે લોકોને કર્યાં જાગૃત, બે ખોવાયેલા બાળકોને પણ શોધી કાઢ્યાં | 2024-11-16 12:53:43
શું બાબા સિદ્દીકી કેસનો માસ્ટરમાઈન્ડ શ્રદ્ધા વૉકરની હત્યાનો બદલો લેવા માંગતો હતો ? Gujarat Post | 2024-11-16 12:18:22
Breaking News: દેવ દિવાળીની રાત્રે જ ઉત્તર ગુજરાતમાં 4.2 ની તીવ્રતાનો ભૂકંપ, અમદાવાદમાં પણ અસર | 2024-11-15 23:02:49
લાંચમાં iPhone.... નવસારીના આ PI એ લાંચમાં આઇફોન લીધો અને ACB એ તેમનો ખેલ પાડી દીધો | 2024-11-15 18:18:35
બોપલ વિસ્તારમાં આ શું થઇ રહ્યું છે ? વિદ્યાર્થી પ્રિયાંશુની હત્યા બાદ NRI જમીન દલાલને મોતને ઘાટ ઉતારી દેવાયા | 2024-11-15 17:55:24
NCB નું દિલ્હીમાં મોટું ઓપરેશન, અંદાજે 900 કરોડ રૂપિયાનું કોકેઇન જપ્ત કર્યું | 2024-11-16 11:16:00
ઝાંસી મેડિકલ કોલેજના NICU વોર્ડમાં લાગી આગ, 10 બાળકોનાં મોત, 37 નવજાતને બારી તોડીને બહાર કાઢવામાં આવ્યાં | 2024-11-16 09:27:08