Fri,15 November 2024,6:48 am
Print
header

આતંકી હુમલો, પૂંછ-જમ્મુ નેશનલ હાઈવે પર સેનાના વાહન પર ફેંકાયો ગ્રેનેડ, 5 જવાનો શહીદ

જમ્મુ-કાશ્મીરઃ પૂંછ-જમ્મુ નેશનલ હાઈવે પર આતંકવાદી હુમલો થયો છે. સેનાના વાહન પર આતંકીઓએ ફાયરિંગ કર્યું હતુ અને ગ્રેનેડ ફેંક્યો હતો, જેમાં 5 જવાનો શહીદ થયા છે. ભટાદુડિયા વિસ્તારમાં ગાડી જઇ રહી હતી ત્યારે આ હુમલો થયો હતો. માહિતી મળતાની સાથે જ સેના અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

આતંકી સંગઠન PAFFએ લીધી હુમલાની જવાબદારી

આ ટ્રકમાં 10-12 જવાનો હતા. પહેલા સામે આવ્યું હતુ કે આ કોઇ દુર્ઘટના છે પરંતુ સેનાએ બાદમાં હુમલાની પુષ્ટી કરી છે. કેટલાક ઘાયલ જવાનોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. આ આર્મી વાહનમાં હથિયારો ઉપરાંત ડીઝલ પણ હતું, જેને કારણે આગ વધુ ભડકી હતી. હાલમાં સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે અને આતંકીની શોધખોળ ચાલી રહી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch