Sun,17 November 2024,5:13 am
Print
header

જમ્મુ -કાશ્મીરઃ પૂંછમાં આર્મી ઓફિસર સહિત 5 જવાનો થયા શહીદ

જમ્મુ-કાશ્મીરઃ પૂંછ જિલ્લામાં આતંકવાદ વિરોધી ઓપરેશન દરમિયાન સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઇ હતી, જેમાં આતંકીઓએ સેનાના જવાનો પર ગોળીબાર કર્યો હતો.સેનાના એક અધિકારી અને ચાર જવાનો શહીદ થયા છે. સંરક્ષણ સૂત્રોએ આ માહિતી આપી હતી.

આતંકવાદીઓની હાજરી અંગે ગુપ્ત માહિતી મળ્યાં બાદ વહેલી સવારે સુરનકોટમાં ડેરા કી ગલી નજીકના ગામમાં ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. દરમિયાન છુપાયેલા આતંકીઓએ સર્ચ ઓપરેશનમાં લાગેલી ટીમ પર ગોળીબાર કર્યો હતો. જેને કારણે જુનિયર કમિશન ઓફિસર (JCO) અને અન્ય ચાર જવાન ગંભીર રીતે ઘાયલ થયા હતા. ગંભીર ઈજાઓથી તેઓ શહીદ થયા છે. 

સુરક્ષા દળો કાશ્મીર વિભાગમાં બે આતંકીઓને ઠાર કરવામાં સફળ થયા છે. એક આતંકવાદી અનંતનાગમાં અને એક બાંદીપોરામાં માર્યો ગયો છે. સંરક્ષણ વિભાગના પ્રવક્તાએ જણાવ્યું કે છેલ્લો અહેવાલ મળે ત્યાં સુધી આતંકીઓ સાથે એન્કાઉન્ટર ચાલી રહ્યું હતું. ભારે હથિયારો સાથે આતંકવાદીઓ નિયંત્રણ રેખા પાર કરીને ચાર્મેરના જંગલમાં છુપાયા હોવાના અહેવાલ છે. વધારાના દળોને સ્થળ પર મોકલવામાં આવ્યાં છે, આતંકવાદીઓનો બહાર નીકળવાના માર્ગો બંધ કરી શકાય. નોંધનિય છે કે આતંકીઓએ થોડા દિવસ પહેલા જ કાશ્મીરમાં નાગરિકોની હત્યા કરી નાખી હતી.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch