Sat,21 September 2024,8:32 am
Print
header

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ સાથે થઇ અથડામણ, સેનાના ત્રણ જવાનો શહીદ

પ્રતિકાત્મક ફોટો

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં સેનાના ત્રણ જવાનો શહીદ થયા છે. સેનાની વધારાની ટુકડીઓ સ્થળ પર મોકલવામાં આવી છે. સમગ્ર વિસ્તારને ઘેરીને આતંકવાદીઓની શોધમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. કુલગામના માંઝગામમાં એન્કાઉન્ટર શરૂ થઈ ગયું છે. આ વિસ્તારમાં બે આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી છે.

કુલગામ જિલ્લાના હાલાન જંગલ વિસ્તારમાં એન્કાઉન્ટર

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યાં બાદ સુરક્ષા દળોએ દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના હાલાન જંગલ વિસ્તારના ઊંચાઈવાળા વિસ્તારોમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

અથડામણમાં ઘાયલ જવાનો સારવાર દરમિયાન શહીદ થયા

તેમણે કહ્યું કે આતંકીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યાં બાદ તેમને જવાબ આપવામાં આવ્યો હતો. સુરક્ષા દળોએ જોરદાર જવાબી કાર્યવાહી કરી હતી. આતંકવાદીઓ સાથે ગોળીબારમાં ત્રણ સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હતા અને સારવાર દરમિયાન તેઓ શહીદ થયા હતા. આ વિસ્તારમાં સુરક્ષા દળોનું ઓપરેશન ચાલી રહ્યું છે.

શ્રીનગર સ્થિત આર્મીના ચિનાર કોર્પ્સે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે કુલગામમાં ઓપરેશન હાલાન દરમિયાન સેનાના ત્રણ જવાનો શહીદ થયા હતા. ચિનાર કોર્પ્સે ટ્વિટ કર્યું – “ઓપરેશન હાલાન, કુલગામ, 4 ઓગસ્ટ 2023 ના રોજ સુરક્ષા દળો દ્વારા કુલગામમાં હાલાનના ઊંચા શિખરો પર આતંકવાદીઓની હાજરી વિશે ચોક્કસ માહિતી પર ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આતંકવાદીઓ સાથે ગોળીબારમાં ત્રણ જવાનો ઘાયલ થયા હતા અને બાદમાં શહીદ થયા હતા. સર્ચ ઓપરેશન ચાલુ છે.” વિસ્તારમાં વધારાની ફોર્સ મોકલવામાં આવી છે અને સર્ચ ઓપરેશનને વધુ તીવ્ર બનાવી દેવામાં આવ્યું છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch