Fri,15 November 2024,10:08 pm
Print
header

કાશ્મીરમાં ITBP ના જવાનોને લઈને જતી બસ ખાઇમાં પડી, 7 જવાનો શહીદ- Gujarat Post

જમ્મુ-કાશ્મીરઃ પહેલગામમાં એક મોટો અકસ્માત થયો છે. ચંદનવાડી વિસ્તારમાં આઇટીબીપીના જવાનોને લઈને જતી બસ ખીણમાં પડી હતી. આ દુર્ઘટનામાં 7 સૈનિકો શહીદ થઇ ગયા છે. જેમાં 6 આઈટીબીપી અને 1 પોલીસકર્મીનો સમાવેશ થાય છે. 32 સૈનિકો ઘાયલ છે, જેમાંથી 6ની હાલત ગંભીર છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ઘાયલ જવાનોને સારવાર માટે શ્રીનગરની આર્મી હોસ્પિટલમાં એરલિફ્ટ કરવામાં આવી રહ્યાં છે. 

ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસે આપેલી માહિતી મુજબ બસમાં 39 સૈનિકો હતા. આઈટીબીપીના 37 જવાનો અને જમ્મુ-કાશ્મીર પોલીસના 2 જવાનો હતા. બસની બ્રેક ફેઇલ થવાને કારણે આ અકસ્માત સર્જાયો હતો.

2 સૈનિકોના ઘટના સ્થળે જ મોત થયા

આઇટીબીપીના બે જવાનોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, અન્ય પાંચ જવાનોએ પાછળથી દમ તોડી દીધો હતો, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. મોતની સંખ્યામાં વધારો થવાની ધારણા છે.  ઘાયલોને લઈ જવા માટે બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ)નું એક હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યું હતુ.

અમરનાથ યાત્રામાં ફરજ પરથી પરત ફરતી વખતે થયો અકસ્માત

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે બસમાં સવાર જવાનો અમરનાથ યાત્રાથી ફરજ પરથી પરત ફરી રહ્યાં હતા. બચાવ કામગીરીને માટે આઈટીબીપીના કમાન્ડોને ઘટના સ્થળે રવાના કરવામાં આવ્યા છે.

નોંધનીય છે કે ગયા અઠવાડિયે જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં એક મિની બસ રસ્તા પરથી લપસીને ખીણમાં પડી જતાં 18 લોકો ઘાયલ થયા હતા. બસમાં સવાર મોટાભાગના વિદ્યાર્થીઓ હતા. મિની બસ બર્મિનથી ઉધમપુર તરફ જઇ રહી હતી ત્યારે ડ્રાઇવરે અચાનક વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો અને ઘોરડી ગામ નજીક બસ ખીણમાં પડી ગઇ હતી. 11 વિદ્યાર્થીઓ સહિત 18 ઘાયલોને ઉધમપુર જિલ્લા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં હતા.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch