Fri,15 November 2024,7:09 am
Print
header

પૂંછ હુમલામાં મોટો ખુલાસો, 5માંથી 3 આતંકવાદીઓ હતા વિદેશી, આ હતો આતંકવાદીઓનો પ્લાન

જમ્મુ-કાશ્મીરઃ પૂંછ જિલ્લામાં ગુરુવારે થયેલા આતંકી હુમલામાં મોટો ખુલાસો થયો છે. ગુપ્તચર સૂત્રોનું કહેવું છે કે આ હુમલો પાંચ આતંકીઓએ કર્યો હતો. જેમાં ત્રણ આતંકીઓ વિદેશી અને બે સ્થાનિક હતા. હુમલાનો હેતુ જી-20 બેઠક પહેલા ભય પેદા કરવાનો હતો. આ મામલામાં ઘણા લોકોની અટકાયત કરવામાં આવી છે, જેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ હુમલામાં રાષ્ટ્રીય રાઈફલ્સના પાંચ જવાનો શહીદ થયા હતા, જ્યારે એક ઘાયલ થયો હતો. હવાલદાર મનદીપ સિંહ, સિપાહી હરકિશન સિંહ, લાન્સ નાઈક કુલવંત સિંહ અને સિપાહી સેવક સિંહ પંજાબના રહેવાસી હતા, જ્યારે લાન્સ નાઈક દેબાશિષ ઓડિશાના રહેવાસી હતા.

નોંધનીય છે કે ભીમ્બર ગલી અને પૂંછ વચ્ચે સેનાનું વાહન જતું હતું,ત્યારે આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કરીને ગ્રેનેડ ફેંક્યો હતો, વરસાદ અને ઓછી વિઝિબિલિટીનો લાભ લઈને આતંકીઓએ ઓચિંતો હુમલો કર્યો હતો. આ ગ્રેનેડ હુમલા દરમિયાન ગાડીમાં આગ લાગી હતી. ભારત આ વર્ષે G-20 સમિટની અધ્યક્ષતા કરી રહ્યું છે. આ અંતર્ગત અલગ-અલગ જગ્યાએ બેઠકો યોજાવાની છે. લદ્દાખના શ્રીનગર અને લેહમાં બે બેઠકો યોજાશે. આ બેઠક લેહમાં 26 થી 28 એપ્રિલ અને શ્રીનગરમાં 22 થી 24 મે દરમિયાન યોજાવાની છે.

આ બેઠક પહેલા હુમલો કરીને આતંકવાદીઓ સંદેશ આપવા માંગે છે કે કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય નથી. પાકિસ્તાને પણ આ બંને બેઠકો પર વાંધો ઉઠાવ્યો છે. જો કે, ભારતે પાકિસ્તાનના વાંધાને ફગાવીને કહ્યું કે જમ્મુ-કાશ્મીર અને લેહ ભારતના અભિન્ન અને અતૂટ અંગ છે. આ હુમલાનો બદલો લેવા માટે સુરક્ષા દળોની સંયુક્ત ટીમે ઓપરેશન શરૂ કર્યું છે. તેમાં ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસના જવાનો છે. સેનાએ આ વિસ્તારમાં સાત આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી આપી છે. તેને ધ્યાનમાં રાખીને સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. આ ઓપરેશનમાં ડ્રોન અને હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી રહી છે.

સૂત્રોનું કહેવું છે કે સુરક્ષા દળોની ટીમે શંકાસ્પદ વિસ્તારોને નષ્ટ કરી દીધા છે. સંરક્ષણ સૂત્રોના જણાવ્યાં અનુસાર, ભારતીય સેના પાસે પૂંછ સેક્ટરમાં બે સક્રિય આતંકવાદી જૂથો સાથે જોડાયેલા 7 આતંકવાદીઓની હાજરી અંગેના ઇનપુટ્સ છે. તે પાકિસ્તાની આતંકવાદી જૂથ છે, જે સેનાના વાહન પર હુમલો કરવામાં સામેલ હતો.

આ હુમલા અંગે જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે અમે આ હુમલાની નિંદા કરીએ છીએ. જ્યાં સુધી આપણે પાકિસ્તાન સાથે વાત નહીં કરીએ ત્યાં સુધી પાકિસ્તાન તરફથી આવા આતંકવાદી હુમલા થતા રહેશે. જો ભારત સરકાર દાવો કરે છે કે કાશ્મીરમાં બધું બરાબર છે, તો તેઓ શા માટે ચૂંટણીઓ નથી કરાવતા, શા માટે તેઓ રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરતા નથી. આ હુમલા બાદ સાર્ક દેશોએ પણ સક્રિય રહેવાની જરૂર છે.

પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ હુમલાને ઘૃણાસ્પદ ગણાવીને વખોડી કાઢ્યો છે. તેમજ શહીદોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે તેઓ આ ઘૃણાસ્પદ હુમલાની નિંદા કરે છે. હું શહીદ થયેલા જવાનોના પ્રિયજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. જમ્મુ-કાશ્મીર ભાજપ અધ્યક્ષ રવિન્દ્ર રૈનાએ કહ્યું કે આતંકવાદી હુમલાનો બદલો વ્યાજ સાથે લેવામાં આવશે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch