Fri,15 November 2024,10:12 pm
Print
header

ક્યાં છે મોદી સરકાર ? શોપિયાંમાં આતંકવાદીઓએ બે કાશ્મીરી પંડિત ભાઈઓ પર કર્યો ગોળીબાર, એકનું મોત - Gujarat Post

જમ્મુ-કાશ્મીરઃ આતંકીઓએ શોપિયાં જિલ્લામાં એક કાશ્મીરી પંડિતની ગોળી મારીને હત્યા કરી નાખી છે. શોપિયાંમાં સફરજનના બગીચામાં આતંકવાદીઓએ ગોળીબાર કરતાં એક પંડિતનું  મોત નીપજ્યું છે, તેનો ભાઈ ઘાયલ થયો છે,જે લોકો પર હુમલો કરવામાં આવ્યો હતો તે બંને હિન્દુ કાશ્મીરી પંડિત હતા.

કાશ્મીર પોલીસે પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલથી ટ્વીટ કર્યું, "શોપિયાંના છોટીપોરા વિસ્તારમાં સફરજનના બગીચામાં આતંકવાદીઓએ નાગરિકો પર ગોળીબાર કર્યો હતો. ગોળીબારમાં એક વ્યક્તિનું મોત થયું હતું, બીજો ઘાયલ થયો હતો. જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.  આતંકવાદીએ જે ભાઈને નિશાન બનાવ્યાં છે, તેમાંથી એકની ઓળખ સુનીલ કુમાર તરીકે થઈ છે, જ્યારે બીજાનું નામ પિન્ટુ છે.

કાશ્મીરમાં હત્યાઓને કારણે પંડિતોમાં ડરનો માહોલ છે. કાશ્મીરી હિંદુઓએ સરકારને સુરક્ષા માટે અપીલ કરી છે. કાશ્મીરી હિન્દુઓની હત્યા વિશે ઘણું રાજકારણ થયું છે. મોટા ભાગના પક્ષો આ મુદ્દે કેન્દ્રની મોદી સરકારને ઘેરી રહ્યાં છે. સુરક્ષાનું વચન આપનારી મોદી સરકાર આ મામલે કંઇ કરી શકી નથી.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch