Mon,18 November 2024,6:13 am
Print
header

આખરે જામનગરનો કૂખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ ઝડપાઇ ગયો, જાણો ક્યાથી પકડાયો ?

જામનગરઃ ભૂમાફિયા જયેશ પટેલને ઝડપી લેવા માટે પોલીસને મોટી સફળતા મળી છે તેને લંડનથી ધરપકડ કરી લેવામાં આવી છે. ખાસ કરીને જયેશ પટેલ જેવા માફિયાઓને ઝડપી લેવા માટે અમદાવાદના પોલીસ અધિકારી દીપેન ભદ્રેનનું જામનગર પોસ્ટિંગ કરાયું હતુ, જયેશ પટેલની લંડનથી ધરપકડ કરીને ભારત લાવવા માટે કાયદાકીય પ્રક્રિયા શરૂ કરાશે. ભૂમાફિયા જયેશ પટેલ લોકોને ધમકીઓ આપીને જમીનો પડાવી લેતો હતા. જયેશ પટેલ વિરુદ્ધ જામનગરમાં 40થી વધારે ગુના નોંધાયેલા છે. ગુજસીટોક હેઠળ, હત્યાના પ્રયાસ, લૂંટ, હત્યા જેવા ગુના નોંધાયેલો છે. સાથે જ બિટકોઇન પ્રકરણમાં પણ તેનું નામ ઉછળ્યું હતુ.

બીજી તરફ જયેશ પટેલના ત્રણ સાગરિતો કોલકત્તાથી પકડાયા છે. જયેશ પટેલના સાગરિતો હાર્દિક, દિલીપ ઠક્કર અને જયંત ગઢવીની કોલકત્તાથી ધરપકડ કરવામાં આવી છે. જયેશ પટેલે જમીનનો કેસ લડી રહેલા વકીલ કિરીટ જોષીની જાહેરમાં હત્યા કરી હતી. વર્ષ 2018માં વકીલ કિરીટ જોષીની ચપ્પાના ઘા મારીને હત્યા કરાઈ હતી. હત્યા કેસમાં સાક્ષીઓને જયેશ પટેલે ધમકી આપી હતી. વકીલની હત્યા બાદ જયેશ ફરાર થઈ ગયો હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ભારત પોલીસ અને લંડન પોલીસે સંયુક્ત રીતે આ ઑપરેશન પાર પાડ્યું છે.

જામનગરના ભૂમાફિયા જયેશ પટેલ અને તેના 14 સાગરીતો સામે જામનગર પોલીસે પ્રથમ વખત ગુજસીટોક કાયદા હેઠળ ગુનો નોંધ્યો હતો.આ મામલે જયેશના 8 સાગરીતોની ધરપકડ કરી લેવામાં આવી છે. નોંધનીય છે કે જયેશ પટેલ સિન્ડિકેટ બનાવી લોકોને હેરાન કરતો હતો વેપારીઓ અને બિલ્ડરોને ધમકાવતો હતો લોકો પાસેથી ખંડણી ઉઘરાવતો હતો. ગુજરાત સરકારે ગુનાખોરીને કાબૂમાં લેવા માટે ગુજસીટોક કાયદો અમલી બનાવ્યો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch