Sun,17 November 2024,12:30 am
Print
header

સલાયા બાદ જામનગરમાંથી મળ્યું ડ્રગ્સ, રૂપિયા 10 કરોડના ડ્રગ્સ સાથે બે શખ્સ ઝડપાયા

અંદાજે 2 કિલો હેરોઇનનો જથ્થો જપ્ત કરાયો 

ફાઇલ ફોટો 

જામનગરઃ રોઝી બંદર પાસે ATS અને સ્થાનિક પોલીસે ઓપરેશન કર્યું છે. હાલાર પંથકમાં પણ ડ્રગ્સની હેરાફેરી થતી હોવાની એટીએસને માહિતી મળી હતી.સલાયા ડ્રગ્સ કેસમાં ઝડપાયેલા આરોપીના રિમાન્ડમાં મેળવવામાં આવ્યાં હતા. રિમાન્ડ દરમિયાન આરોપીઓએ નવા ખુલાસા કર્યા છે. જે અનુસંધાને આજે એટીએસ અને સ્થાનિક પોલીસની ટીમો દ્વારા જામનગરના રોઝી બંદર પાસે દરિયા કિનારે તપાસ હાથ ધરવામાં આવી હતી અને રૂપિયા 10 કરોડના ડ્રગ્સ સાથે બે ઈસમો ઝડપાયા છે. 

અગાઉ ઝડપાયેલા આરોપીઓએ આપી હતી માહિતી

અગાઉ દ્વારકાના સલાયામાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ મળી આવ્યું હતું. ડ્રગ્સના તાર પાકિસ્તાન સાથે સંકળાયેલા હોવાનું બહાર આવ્યું છે. હાલાર પંથકમાં દરિયા કિનારેથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ પાકિસ્તાનથી ઘુસાડવામાં આવ્યું છે.પોલીસે ડ્રગ્સ કેસમાં ઝડપાયેલા બંને આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે. હજુ પણ અનેક લોકો આ ડ્રગ્સ કેસમાં સંડોવાયેલા હોવાની વિગતો બહાર આવે તેવી શક્યતા છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch