Sat,16 November 2024,4:22 am
Print
header

કિર્તિદાનના ડાયરામાં રૂ.500 અને રૂ.2000ની નોટો સાથે ડોલરનો પણ થયો વરસાદ -Gujarat Post

જામનગરઃ રવિવારે આયોજિત ભાગવત કથામાં કંઇક એવું થયું કે જેની ચર્ચાઓ થઈ રહી છે. જામનગરના ભાજપના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ભાગવત કથાનું આયોજન કર્યું છે, જેમાં રવિવારે અનેક નેતાઓ પહોંચ્યાં હતા. કથા સ્થળ પર રાત્રે માયાભાઈ આહિર અને કિર્તિદાન ગઢવીનો લોકડાયરો યોજાયો હતો. જેમાં રૂપિયા 500 અને રૂપિયા 2000ની ચલણી નોટોનો વરસાદ થયો હતો. નોટો ઉડાવવામાં આવી તે સમયે ભાજપ, એનસીપી અને કોંગ્રેસના નેતાઓ હાજર હતાં. લોકોએ અહીં ડોલર પણ ઉડાવ્યાં હતા.

લોકડાયરાના એનસીપી ધારાસભ્ય કાંધલ જાડેજાએ ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો પર રૂપિયા અને ડોલરનો વરસાદ કર્યો હતો. જામનગરના બિલ્ડર મેરામણ પરમાર પર રૂ. 500ની નોટોનો વરસાદ થયો હતો. પોરબંદરના એનસીપીના દબંગ ધારાસભ્ય કાંધલ જાડેજાએ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા પર રૂ.2000ની નોટોનો વરસાદ કર્યો હતો. કચ્છના ભાજપના સાંસદ વિનોદ ચાવડા, ભાજપ નેતા અલ્પેશ ઠાકોર, કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે પણ કથામાં ભાગ લીધો હતો. ડાયરામાં વિદેશી મહેમાનો હાજર હતા. તેમને પણ વિદેશી ચલણની નોટો ઉડાવી હતી. 

લોકડાયરામાં જનમેદની ઉમટી પડી હતી. ભાગવત સપ્તાહના અંતિમ લોકડાયરામાં  અનેક રાજકીય આગેવાનો, સંતો, મહંતો ઉપસ્થિત રહ્યાં હતા. પૂર્વ રાજ્યપાલ, વજુભાઈ વાળા, ધારાસભ્યો, ભાજપ અને કોંગ્રેસના નેતાઓ, સામાજિક સંસ્થાના અગ્રણીઓ, જામનગરના જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ પણ લોકડાયરાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch