Mon,18 November 2024,2:58 am
Print
header

જામનગર: વાહન ટોઈંગ મામલે પોલીસે પત્નીની હાજરીમાં પતિને માર મારીને ગાળો આપી

જામનગર: ટ્રાફિક પોલીસ અને વાહન ચાલક વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ છે.  જામનગર શહેરના સજુબા સ્કૂલ નજીક ટ્રાફિક પોલીસે વાહન ટોઈંગ કરતા એક વાહન ચાલક ઉગ્ર બન્યો હતો. મામલો ત્યા સુધી બિચક્યો કે ટ્રાફિક પોલીસ જવાન અને વાહન ચાલકે એક બીજાના કોલર પકડી લીધાસ આ ઘટનામાં ટ્રાફિક પોલીસ જવાને વાહન ચાલકને ઢોર માર માર્યો છે 

સવારે સાડા અગિયાર વાગ્યાના અરસામાં જામનગર ટ્રાફિક પોલીસની ટોઈંગવાને સજુબા ગર્લ્સ હાઈસ્કૂલ નજીકથી વાહનો ટોઈંગ કરવાનુ શરૂ કર્યું હતું. આ સમયે એક દપંતીનું મોટર સાયકલ પણ ટોઈંગ કરાતા દંપતીએ ફરજ પરના ટ્રાફિક પોલીસ જવાન સાથે બોલાચાલી કરી હતી. જેથી ટ્રાફિક પોલીસે યુવકનો કાંઠલો પકડી ઈમરજન્સી પોલીસને બોલાવી હતી. આ દરમિયાન જ યુવક અને તેની પત્નીએ પોલીસ સાથે ઝપાઝપી કરતા મામલો ઉગ્ર બન્યો હતો.

ઉગ્ર બોલાચાલી બાદ ઝપાઝપી થતા પોલીસ જવાને યુવકને ફડાકા ઝીંક્યા હતા અને બાદમાં પત્નીની હાજરીમાં જ પોલીસ જવાને યુવકને ગંદી ગાળો પણ આપી હતી.રણજિત રોડ જેવા ટ્રાફિકથી સતત ધમધમતા વિસ્તારમાં વાહનચાલક દંપતી અને ટ્રાફિક પોલીસ વચ્ચે વાહન ટોઈંગ કરવા બાબતે બબાલ થતા લોકોના ટોળા એકઠા થયા હતા. જેના કારણે રસ્તા પર ટ્રાફિક જામ સર્જાયો હતો.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch