Sat,16 November 2024,8:08 pm
Print
header

જામનગર રેગિંગ કેસમાં 6 વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી કાઢી મુકાયા- Gujarat Post

જામનગરઃ ફિઝીયોથેરાપી કૉલેજમાં 28 જુનિયર વિદ્યાર્થીઓ સાથે 15 સિનિયર વિદ્યાર્થીઓએ કરેલા રેગિંગમાં એન્ટી રેગિંગ કમિટી દ્વારા ભોગ બનનારના નિવેદનો બાદ જવાબદાર વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ત્રીજા અને ચોથા વર્ષના 6 વિદ્યાર્થીઓને કાયમી માટે હોસ્ટેલમાંથી સસ્પેન્ડ કરાયા છે. 8 વિદ્યાર્થીઓને એક વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે. 6 વિદ્યાર્થીઓ એક વર્ષ માટે પરીક્ષામાં બેસી શકશે નહીં. જ્યાં સુધી તેમના વર્તનમાં પરિવર્તન ન આવે ત્યાં સુધી આ  વિદ્યાર્થીઓના પરિણામ અનામત રાખવામાં આવશે.

જામનગર ખાતે ફિઝિયોથેરાપી કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સીપાલે જણાવ્યું કે બોયઝ હોસ્ટેલમાં થયેલા રેગિંગ સંદર્ભે એન્ટી રેગિંગ કમિટીએ કડક પગલા ભર્યા છે. કુલ 15 વિદ્યાર્થીઓ સામે સજાના ભાગરૂપે જુદા-જુદા આકરાં પગલાં લેવામાં આવ્યાં છે, 6 વિદ્યાર્થીઓને કાયમી માટે સસ્પેન્ડ કરાયા છે. સજા પામનાર તમામ વિદ્યાર્થીઓના પરિવર્તનમાં સુધારો નહીં આવે ત્યાં સુધી તેઓના પરિણામ અપાશે નહીં.શિક્ષણ જગતને લાંછન લગાવતી રેગિંગની ઘટનામાં ભોગ બનનારાઓના નિવેદનને આધારે એન્ટી રેગિંગ કમિટી દ્વારા તૈયાર કરેલો રિપોર્ટ સોંપી દેવાયો છે.

ફિઝીયોથેરાપી કોલેજના પ્રિન્સીપાલ ડો.દિનેશ સોરાણીએ માહિતી આપી હતી કે આ રિપોર્ટમાં 15 જેટલા વિદ્યાર્થીઓ ઉપર જુદા જુદા દંડાત્મક પગલાં લેવામાં આવ્યાં છે, જે અંગેની જાણ તેમના વડીલોને જાણ કરવામાં આવી હતી. રેગિંગ કાંડમાં જવાબદાર વિદ્યાર્થીઓ એક વર્ષ માટે કોઇ પણ સ્પર્ધા કે કોન્ફરન્સમાં ભાગ નહીં લઇ શકે. એન્ટી રેગિંગ કમિટી દ્વારા સોંપાયેલા રિપોર્ટ બાદ દંડાત્મક પગલાં લેવામાં આવ્યાં છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch