Sat,21 September 2024,12:50 am
Print
header

જામનગરમાં 19 વર્ષીય યુવકને આવ્યો હાર્ટ એટેક, ગરબાની પ્રેક્ટિસ કરતાં કરતાં ઢળી પડ્યો

જામનગરઃ યુવાનોમાં દિવસેને દિવસે હાર્ટ એટેકના કિસ્સા વધી રહ્યાં છે. અગાઉ જૂનાગઢમાં 24 વર્ષીય યુવકને દાંડિયાં રમતાં રમતાં જ હાર્ટ એટેક આવતાં તે ઢળી પડ્યો હતો અને મોતને ભેટ્યો હતો. આજે જામનગરમાં પણ ગરબાની પ્રેક્ટિસ કરતો 19 વર્ષીય યુવક ઢળી પડ્યો હતો. સ્થાનિક લોકોએ યુવકને હોસ્પિટલ ખસેડ્યો હતો, ત્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

જામનગરના પટેલ પાર્ક વિસ્તારમાં સ્ટેપ&સ્ટાઈલ ગરબા ક્લાસીસમાં વિનીત મેહુલભાઈ કુંવરિયા (ઉ.વ-19) નામનો યુવક ગરબાની પ્રેક્ટિસ કરતાં કરતાં ઢળી પડ્યો હતો. ત્યાં હાજર લોકોએ તેને જી.જી હોસ્પિટલ ખસેડ્યો હતો, પરંતુ તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો અને તેના મોતનું કારણ હાર્ટ એટેક હોવાનું સામે આવ્યું છે.

આ બનાવની જાણ થતા મૃતકનો પરિવારજનો હોસ્પિટલ ઉમટ્યા હતા.વિનીતના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે, મૃતક યુવક હાલ એન્જિનિયરિંગ કોલેજના પ્રથમ સેમેસ્ટરમાં અભ્યાસ કરતો હતો. નોંધનીય છે કે પાંચ દિવસ અગાઉ જૂનાગઢના પંચેશ્વર વિસ્તારમાં રહેતા યુવકનું ગરબા રમતાં રમતાં હાર્ટ એટેકથી મોત થયું હતું.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch