Sun,17 November 2024,7:18 pm
Print
header

જય જગન્નાથ....ભગવાન જગન્નાથજીના મામેરા દર્શન ખુલ્લા મુકવામાં આવ્યાં

કોવિડ 19ને કારણે મામેરાના દર્શન ઓનલાઇન જ કરવામાં આવશે, મામેરુ કરનાર પરિવારને 35 પાસ ઇસ્યૂં કરવામાં આવશે.

મામેરાના દર્શનમાં મોટા પ્રમાણમાં લોકો ઉમટી પડતા સામાજિક અંતરના નિયમોનો ભંગ થયો

અમદાવાદઃ ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે. કોરોનાની ગાઇડલાઇન્સ મુજબ આ વર્ષે રથયાત્રા મર્યાદિત લોકોની હાજરીમાં યોજાય એવી શક્યતા વચ્ચે આજે સરસપુર ખાતે આવેલા રણછોડરાયજી મંદિરમાં ભગવાનના મામેરાનાં દર્શન રાખવામાં આવ્યાં હતા. ફેસબુક પર Rathyatra In Saraspur પેજ તથા ઈન્સ્ટાગ્રામ પર rathyatra_in_ saraspur પેજ પરથી આ મામેરાના દર્શન કરી શકાશે. આજે મંદિરમાં ભક્તોને ચેવડો-પેંડાનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો. ઓનલાઈન દર્શન રાખવા છતાં મોટી સંખ્યામાં મહિલાઓ મંદિરમાં 'નાથ'ના દર્શન માટે ઉમટતા સામાજિક અંતરના નિયમનો ભંગ જોવા મળ્યો હતો. ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી માટે આ વર્ષે મામેરામાં મહારાષ્ટ્ર પહેરવેશના પાઘડી સહિતના વાઘા ખાસ તૈયાર કરવામાં આવ્યા છે.  

સરસપુર મંદિરના ટ્રસ્ટી ઉમંગ પટેલે જણાવ્યું કે કોરોનાને કારણે દરેક ભક્તને વિનંતી છે કે મીડિયા માધ્યમથી અને ઓનલાઈન ભગવાનના મામેરાનાં દર્શન કરે. કોરોનાની ગાઈડલાઈન્સ હોવાથી લોકો મંદિરે રૂબરૂ દર્શનની જગ્યાએ ઓનલાઇન દર્શનનો લાભ લે જેથી સામાજિક અંતર જળવાય અને કોવિડના નિયમોનું પાલન કરી શકાય.

મૂળ ભગવાનના મોસાળ સરસપુરના રહેવાસી અને હાલ સેટેલાઈટમાં રહેતા મહેશભાઈ ઠાકોર તરફથી આ વર્ષે રથયાત્રામાં ભગવાનનું મામેરું કરવામાં આવનાર છે. મહેશભાઈના પિતા ભગવાનદાસભાઈ 50 વર્ષથી મામેરું કરવા માટે પ્રયત્ન કરી રહ્યાં હતા અંતે આ વર્ષે તેમનો નંબર આવ્યો. આ વર્ષે પણ કોરોનાની સ્થિતિ છે ત્યારે મામેરું પરંપરાગત રીતે જ કરવામાં આવશે. સરકાર દ્વારા જાહેર કરાયેલી તમામ ગાઈડલાઈન્સનું પાલન કરવામાં આવશે. મામેરું કરનારા પરિવારને 35 પાસ બનાવી આપવામાં આવશે. પાસ આપવામાં આવ્યા છે તે વ્યક્તિઓ જ મામેરા સમયે હાજર રહી શકશે. જો કે રથયાત્રાના આયોજનને લઇને હજુ પણ અસંમજસ છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch