Fri,01 November 2024,12:58 pm
Print
header

અલવિદા ભાજપ, પૂર્વ મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા જયનારાયણ વ્યાસ તેમના પુત્ર સાથે કોંગ્રેસમાં જોડાયા

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે ભાજપને મોટો ફટકો લાગ્યો છે. ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસ કોંગ્રેસમાં સામેલ થઇ ગયા છે. કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તેમને ખેસ પહેરાવીને-શાલ ઓઢાડીને પાર્ટીમાં સામેલ કર્યાં છે.

જયનારાયણ વ્યાસે સિદ્ધપુરથી ભાજપમાંથી ટિકિટ માંગી હતી, પરંતુ તેમને ટિકિટ મળી ન હતી, છેલ્લા ઘણા સમયથી તેઓ ભાજપ અને નેતાઓની ટિકા કરતા હતા, તેમને પાર્ટીના કેટલાક નેતાઓએ સાઇડ લાઇન કર્યાં હતા, જેથી તેઓ નારાજ ચાલી રહ્યાં હતા અને હવે તેમને ભાજપનો સાથ છોડી દીધો છે, એક વર્ષો જૂના નેતાએ હવે ભાજપને અલવિદા કહીને કોંગ્રેસનો પંજો પકડી લીધો છે.

કોંગ્રેસમાં સામેલ થયા બાદ જય નારાયણ વ્યાસે કહ્યું કે આદરણીય ખડગેજીના હાથે મને અને મારા છોકરાને કોંગ્રેસમાં એન્ટ્રી કરવાનો અવસર મળ્યો છે. તેમને ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે તમે વિચારો છો અને નર્મદાની વાતો કરો છો, એમાં ઘણું બધું ખોટું છે. જે ડેમનો શિલાન્યાસ થયો તે બીજો ડેમ હતો.આજે ગુજરાતમાં આપણે જે રોડ જોઈએ છીએ તે રોડ બનાવવાની શરૂઆત દિનશા પટેલે કરી હતી. હવે 32 વર્ષથી જે ઘરમાં હતો તેને છોડતાં દુખ થાય છે.

મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, જયનારાયણ વ્યાસ, સમીર વ્યાસે અમારી પાર્ટી જોઈન કરી છે. જય નારાયણ વ્યાસ વિઝનવાળા નેતા છે. ગુજરાતમાં સરકાર બદલવા માટે લોકોએ મન બનાવી લીધું છે. રાહુલ ગાંધી ગુજરાતમાં આવીને ગયા છે, ગાંધીજીના ગુજરાતમાં અમે જે કહીએ છીએ એ કરીને બતાવીશું, ચૂંટણી જીતીને બતાવીશું. 

27 વર્ષો પછી વડાપ્રધાને અહીં આવવું પડે છે અને ભડકાઉ ભાષણો આપવા પડે છે. આ ભાજપ કહે છે મોદીએ ગુજરાત બનાવ્યું. આ પહેલા ગુજરાત બનાવવા મોરારજી દેસાઈથી લઈને ઘણા નેતાઓ હતા જ. શું બધુ મોદીએ જ કર્યું છે ? પહેલા કોગ્રેસની સરકારોએ પણ પોતાના પ્રાણ આપ્યાં હતા.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch